અંધશ્રદ્ધા દૂર કરવા આયોજન:કાળીચૌદશની રાતે પ્રેતનો આત્મા ભટકતો હોવાની માન્યતાનુ ખંડન કરવા મિતાણા ગામે મિત્રો સ્મશાનમા ભજન કરશે

ટંકારાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
છેલ્લા 17 વર્ષથી ચાલે છે કાળી ચૌદશે ભજનની આ પરંપરા. - Divya Bhaskar
છેલ્લા 17 વર્ષથી ચાલે છે કાળી ચૌદશે ભજનની આ પરંપરા.
  • કાળીચૌદશની રાત અંગે પ્રવર્તતી અંધશ્રદ્ધા દૂર કરવા સતર વર્ષથી જાગૃતિ લાવવા ચાલી રહ્યા છે પ્રયાસ

ટંકારાના મિતાણા ગામે ગામડાના સેવાભાવી અને ધાર્મિક વૃત્તિના લોકો અબૂધ જ્ઞાનથી ફેલાતી ભૂત પ્રેતનો આત્મા ભટકતો હોવાની અંધશ્રધ્ધાનું ખંડન કરવા કાળી ચૌદશની રાત્રે સ્મશાનમા ધૂન ભજન કરશે. ગામડાના લોકોમાથી પ્રેતાત્માની માન્યતા દૂર કરી વર્તમાન વૈજ્ઞાનિક યુગને અનુરૂપ સમજણ અને જાગૃતિ લાવવા છેલ્લા સતર વર્ષથી ગામડાનુ મંડળ સરાહનીય પ્રયાસ કરી રહ્યુ છે.

રાજકોટ હાઈવે પર આવેલા ટંકારા તાલુકાના મિતાણા ગામના રામદેવપીર મંડળના જોલાપરા શૈલેષભાઈ મિસ્ત્રી,દામજીભાઈ પ્રજાપતિ, હિતેશભાઈ કુંભરવાડીયા, ઘેલાભાઈ ભગત, ભવાનભાઈ પટેલ, બાવાજી દિલીપભાઈ બેન્જો,જયેશભાઈ ઉસ્તાદ, ભગવાનજીભાઈ પટેલ સહિતના ધાર્મિક વૃત્તિના સેવાભાવી મિત્રો ગામડામા પ્રવર્તતી કાળી ચૌદશની રાત્રે સ્મશાનમા ભૂત પ્રેત પધારતા હોવાની માન્યતાનું ખંડન કરવા અને અંધશ્રધ્ધા દૂર કરવા અવ્વલધામમા કાળી ચૌદશે ભજન કીર્તન કરે છેે.

વર્તમાન વૈજ્ઞાનિક યુગમાં આવી અંધશ્રધ્ધા દૂર થવી જ જોઇએ. આથી લોકોમાં સમજણ અને જાગૃતિ લાવવા માટે ગામડામા વર્ષ ૨૦૦૩ થી કાળી ચૌદશની રાત્રે સ્મશાનમા આખી રાત બેસીને ધૂન, ભજન, કિર્તન સહિત સંતવાણી કાર્યક્રમ યોજવામા આવે છે. સ્મશાનમાં ધાર્મિક કાર્યક્રમ યોજી સમાજ સહિત ગામડાના અનેક અંધશ્રધ્ધાળુ લોકોમા કાળી ચૌદશની રાત્રે પ્રેતાત્મા સ્મશાનમાં આવતા હોવાની અબુધ માન્યતાથી ફેલાતી અંધશ્રધ્ધાની બદી દુર કરવા અને વર્તમાન વૈજ્ઞાનિક યુગમા લોકોને જાગૃત કરવા ગામડામા સેવાભાવી જાગૃત મિત્રો સરાહનીય કાર્ય કરી રહ્યા છે. જે અંતર્ગત આજે બુધવારે રાત્રે સ્મશાનમા ભજનાવલી યોજવામા આવી છે. કાર્યકમ વચ્ચે મૃત્યુધામમા હજી પણ ગામડામાં પાણી પણ પીવાતુ નથી. ત્યારે મંડળના મિત્રો ઉપસ્થિતો સાથે ભજીયા પાર્ટી કરી કકળાટ ના વડા પણ આરોગશે.

અન્ય સમાચારો પણ છે...