કાર્યવાહી:ટંકારાના નાનાખીજડિયામા જુગાર રમતા પાંચ પકડાયા

ટંકારા20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે 83,680નો મુદ્દામાલ કબજે લીધો

ટંકારા તાલુકાના નાનાખિજડીયા ગામે સીમમા જુગારધામ ધમધમતુ હોવાની બાતમી ટંકારા પોલીસને મળતા પોલીસ કાફલો જુગારધામ પર ત્રાટક્યો હતો. પોલીસે પાંચ જુગારીઓને પટમાંથી રોકડા રૂપિયા ૮૩,૬૮૦ સાથે પકડી પાડયા હતા.ટંકારા પોલીસ પેટ્રોલીંગ કરી રહ્યા હતા એ દરમિયાન નાનાખિજડીયા ગામે બિપીન ઠાકરસી બારૈયા ખેતરમા જુગારધામ ચાલુ કર્યું હતુ અને નાલ ઉઘરાવી જુગારીને જુગાર રમવાની સુવિધા પુરી પાડતો હોવાની બાતમી મળી હતી.

પોલીસે ત્યાંની ખરાઈ કરતા હક્કીત હોવાની માહિતી મળતા પી.એસ.આઈ. ઉપરાંત, વિજય બાર, હિતેષ ચાવડા, સિધ્ધરાજ જાડેજા, વિપુલ સહિતનો પોલીસ કાફલો ત્રાટક્યો હતો. જુગારના પટમાથી રોકડા રૂપિયા ૮૩,૬૮૦/- સાથે બિપીન ઠાકરસી બારૈયા, દામજી થોભણ બારૈયા , અમરસી દેવા ભાડજા, બિપીન વસરામ કાસુંદ્વા, સવજી લવજી માલકિયા સહિતના પાંચેયને ઝડપી લીધા હતા.

જયારે અન્ય એક બનાવમાં ધોરાજીના પાટણવાવ પોલીસ મથકના પોલીસ સ્ટાફે બાતમીના આધારે મોટીમારડમાં બસ સ્ટેન્ડ પાસે વર્લીફીચરનો જુગાર રમતા રમેશ ઉર્ફે સમીર જેસીંગ અને પરેશ રવજીને રૂ. 11000ના મુદામાલ સાથે ઝડપી લઇ કાર્યવાહી કરી છે.

અન્ય સમાચારો પણ છે...