જાણ્યું છતાં અજાણ્યું:ટંકારા પંથકના જબલપુર ગામ નજીક પાંચ સદી જૂનું ભોંયરું, 40 ફૂટ જેટલી ઊંડાઇ, જે ‘સોનવાવ’ નામે પ્રચલિત

ટંકારા22 દિવસ પહેલા
  • કૉપી લિંક

ટંકારા તાલુકાના જબલપુર ગામથી એકાદ કિ.મી. દુર સીમમા એક ભોયરૂં આવેલું છે જેની ઉંડાઇ 25 થી 40 ફૂટ સુધીની છે. લોકો આ વાવથી સાવ અજાણ છે.લોકવાયકા પ્રમાણે આ ભોંયરાને લોકો સોનવાવથી ઓળખતા હતા. પાંચસો વર્ષ પૂર્વે ગામડાનો પૂર્ણ વસવાટ નહોતો અને લોકો ટીંબામા વસતા એ સમયે બહારવટિયા અને ડાકુ, લુંટારાની ભારે રંજાડ રહેતી હતી.

એ વખતે ટીંબામા વસનારા સુખી સંપન્ન લોકો બહારવટીયાથી બચવા સોનુ, ઝવેરાત સહિતની કિંમતી વસ્તુઓ સોનવાવમા સંઘરતા અને આ માટે જ બહારથી પાણીની વાવ જેવો આકાર આપ્યાના અવશેષો આજે પણ ત્યાં છે. સોનવાવની ભિતરમાં ક્યાંય તિજોરી નથી, કિલ્લેબંધી વાળી દિવાલોમા બારણા જડેલા છે. જો વહીવટી તંત્રઆ ભોંયરા કમ વાવને ધરોહર માનીને સાફસફાઇ કરાવે, તો જિજ્ઞાસુઓ માટે આ જગ્યા અેક ઉપયોગી સંશોધનાત્મક સ્થળ બની શકે તેમાં બે મત નથી.

અન્ય સમાચારો પણ છે...