તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેક્સિનેશન:ટંકારામાં વેક્સિન લેવા ત્રીજા દિવસે ભારે ઉત્સાહ

ટંકારા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • યુવાવર્ગ ધડાધડ રજિસ્ટ્રેશન કરે છે અને રસી લે છે, 45+ લોકો નિરસ

ટંકારા તાલુકામાં સાવડી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તથા લજાઈ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે બે દિવસ પૂર્વે ૧૮ પ્લસ માટે જિલ્લા આરોગ્ય તંત્રએ વેક્સિનેશન સેન્ટર નક્કી કરી શરૂઆત કરી હતી. યુવાવર્ગ માટે વેક્સિન આપવાનુ શરૂ થતા જ વેક્સિન માટે રાહ જોઈ રહેલા યુવાનો, યુવતીઓ ભારે ઉત્સાહ માં આવી ગયા હતા. અને રજિસ્ટ્રેશન એપ ખુલતાની સાથે જ આરંભથી જ ફટાફટ રજિસ્ટ્રેશન કરાવી બંને સેન્ટર પર લાઈનો લગાવી દીધી હતી.

રવિવાર માટે શનિવારે ખુલેલી રજીસ્ટ્રેશન સાઈટ માત્ર બે કલાકમા ફુલ થઈ ગઈ હતી. આમ,સતત ત્રીજા દિવસે પણ યુવાધનનો ઉત્સાહ હજુ અડીખમ જોવા મળ્યો હતો. લજાઈ પીએચસી ખાતે ડોક્ટર આશિષ સરસાવાડીયા ઉપરાંત, જનાર્દન જાની, મસોત, બિનાબેન સનાવડા સહિતનાઓ વેક્સિન લેવા આવનાર પ્રત્યે ખાસ હમદર્દી બતાવે છે. જો કે, બે દિવસ બાદ ઓચિંતા રવિવારે તંત્રે અગાઉ નક્કી થયેલા બે સેન્ટર પૈકી સાવડી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને બંધ કરી નેસડા ખાતે ફેર બદલી કરેલ છે. જાણવા મળ્યા પ્રમાણે તાલુકાના અમુક ગામડામાથી પોતાના ગામ નજીક સેન્ટર ફાળવાય એવી રજૂઆતોને પગલે સેન્ટર બદલી કરાયા હોવાનુ આરોગ્ય તંત્રમાથી જાણવા મળ્યું છે.

જોકે, ટંકારા સિવીલ હોસ્પિટલ ખાતે ૪૫ થી વધુ ઉંમરના વ્યક્તિઓ વેક્સિન લેવા બાબતે સાવ નિરસ હોય કોઈ ફરકતુ ન હોવાથી કામગીરી સદંતર બંધ જેવી જોવા મળે છે. આ અંગે ડોક્ટરો જણાવે છે કે, અહી દસ વ્યક્તિઓ થતા ન હોવાથી વેક્સિનનો બગાડ અટકાવવા એકલ દોકલ આવનારને નજીકના ગામડાના સેન્ટરમા મોકલી આપીએ છીએ.

અન્ય સમાચારો પણ છે...