કડક અમલવારી:કોરોનાને અટકાવવા મોરબી જિલ્લાના 11 ઘરને કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરાયા

ટંકારા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 14 દિવસ સુધી કડક અમલવારી કરવા અધિક મેજિસ્ટ્રેટનો આદેશ

કોરોનાનુ આક્રમક વલણ પામીને મોરબી જિલ્લામા કોરોના વાયરસ કોવીડ-૧૯ની ગતિને બ્રેક મારવા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટે જિલ્લાના ૧૧ ઘરને ૧૪ દિવસ કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કર્યાં હતા. જગત આખાને કનડી રહેલા કોરોનાએ ફરી માથુ ઉંચકતા સરકાર સહિત પ્રજા પણ વ્યથિત થઈ છે. મોરબી જિલ્લામા કોરોના કહેર વરતાવી રહ્યો હોવાથી તેને હાવી થતો અટકાવવા મોરબી જિલ્લા અધિક મેજીસ્ટ્રેટ એન.કે.મુછારે જાહેરનામાની અમલવારી કરવા અને તકેદારી માટે જિલ્લાના ૧૧ ઘર ને કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કર્યાં છે.

જેમા, કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરેલા ઘરોમા ઓમ પેલેસ રવાપર, ઈમ્પિરિયલ હાઈટ્સ રવાપર રોડ, એસ.પી.રોડ મોરબી, ઉમા ટાઉનશીપ મોરબી-૨, ઓશો ટાવર બાયપાસ રોડ મોરબી, ધર્મલાભ સોસાયટી ભક્તિનગર સર્કલ મોરબી, એલ.ઈ.કોલેજ સ્ટાફ ક્વાટર મોરબી, નીલકંઠ સ્કુલ સામે રવાપર રોડ મોરબી, ન્યુ ચંદ્રેશ શનાળા રોડ મોરબી ઉપરાંત, ટંકારા તાલુકાના હરબટીયાળી ગામ, મોરબી તાલુકાના મહેન્દ્રનગર વિસ્તાર નો સમાવેશ થાય છે. આ તમામ ૧૧ ઘરને ૧૪ દિવસ માટે કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે.

જાહેરનામા માંથી સરકાર ફરજ કામગીરી ઉપરના હોમગાર્ડ-પોલીસ કે અન્ય સરકારી અથવા અર્થ સરકારી એજન્સી, સરકારી-ખાનગી દવાખાનાના સ્ટાફ તથા ઈમરજન્સી સેવા, કાયદો અને વ્યવસ્થા સાથે સંકળાયેલા જાહેર સેવક કે જેઓ કાયદેસરની ફરજ પર હોય તેવા તથા સક્ષમ અધિકારીની મંજૂરી આપેલી હોય તેવી વ્યક્તિ-સેવાઓને હુકમમા મુક્તિ આપવામાં આવી છે. આ સિવાયના જાહેરનામાનો ભંગ કરનાર પર ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ કલમ ૫૧ થી ૫૮ તથા ભારતીય દંડ સંહિતાની કલમ ૧૮૮ની જોગવાઈ મુજબ શિક્ષાને પાત્ર ઠરશે.

અન્ય સમાચારો પણ છે...