તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભક્તિભાવ:ટંકારા પાસેના અરણેશ્વર મહાદેવમાં ભકતોને અપાર આસ્થા

ટંકારા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વગડામાં પ્રગટ શિવલિંગ અપૂજ રહેતા કચ્છના બ્રાહ્મણે મહાદેવના શરણે જીવન સમર્પિત કર્યું અને શિવાલય બન્યું

જામનગર હાઈવે ઉપર ટંકારા તાલુકા મથકથી આશરે ૧૧ કિમી દુર સાવડી અને જોધપર ગામની સીમમાં વગડામાં વિક્રમ સવંત ૧૮૨૭ ના અરસામા રજવાડાના માનીતા સાવડી ગામના મુખીબાપાના ખેતરમા અરણીના ઝાડ નીચે સ્વયંભૂ પ્રગટ થયેલા શિવલિંગ હાલ અરણેશ્વર મહાદેવ તરીકે ભાવિકોમા ભારે આસ્થાનુ અનેરૂ ધામ બન્યુ છે. પવિત્ર શ્રાવણ માસ દરમિયાન સૌરાષ્ટ્ર પ્રાંતના હજારો ભાવિક ભક્તોએ અહી શીશ ઝુકાવી ધન્યતા અનુભવી છે.

ટંકારાથી ૧૧ કિમી દૂર જામનગર હાઈવે પર સાવડી ગામથી દક્ષિણ દિશામા જોધપર ગામની સીમમા વગડામા આજથી લગભગ અઢીસો વર્ષ પૂર્વે વિક્રમ સવંત ૨૦૨૭ના વર્ષમા પંથકમા મુખીબાપાથી ઓળખાતા સાવડી ગામના ખેડુત અને મોરબી સ્ટેટના માનીતા ગણાતા કરમસી ગણેશ કારાવડીયાનુ ખેતર આવેલું હોય ખેતરના વેરાન શેઢા જોઈ સફાઈ કામગીરી કરાવતા ખેતરમા આવેલું અરણીનુ ઝાડ ખોદતા ઝાડ નીચે સ્વયંભૂ શિવલિંગ દેખાતા એટલી જગ્યાએ ખેતીકામ કે વાવેતર છોડી દઈ એ જગ્યામા પ્રગટ શિવલિંગનુ નાનકડુ મંદિર જે તે વખતે ભાવિકોએ ઉભુ કર્યું હતુ.

પરંતુ સમય જતા વગડો હોવાથી અહીંયા ખાસ કોઈ આવતુ ન હોવાથી અપુજ અને વખંભર હાલતે પડયુ રહેતુ હતુ. પરંતુ આજથી લગભગ પિસ્તાલીસ વર્ષ પૂર્વે કચ્છ થી ઓચિંતા મહાદેવના દર્શને આવી ચડેલા બ્રાહ્મણ કિશોરભાઈ ત્રિવેદીએ અપુજ શિવલિંગ અને વેરાન જગ્યામા વખંભર હાલતે મહાદેવને જોતા બ્રહ્મ હ્યદય દ્રવી ઉઠ્યુ હતુ. અને પોતે એ જ વખતે વગડામા ધામા નાખી પોતાનુ જીવન મહાદેવની સેવામા જીવન સમર્પિત કરી ભોળાનાથની ભક્તિમા લીન થઈ શિવમયી બની ગયા હતા.

બીજી તરફ આજુબાજુના ખેડુતો બ્રાહ્મણ કિશોરભાઈ ની શિવ ભક્તિ અને મહાદેવની સ્વયંભૂ શિવલિંગમા શ્રધ્ધાથી નજીક આવવા લાગ્યા અને ખેતર માલિક નાગજીભાઈ ટપુભાઈ કારાવડીયાએ પોતાની ખેતીની જમીન મહાદેવ મંદિર બનાવવા સખાવતમા આપી દીધી હતી. સમય જતા વિક્રમ સવંત ૨૦૩૮ મા મંદિરનો જીર્ણોધ્ધાર કરવા પંથકના સાવડી, વિરવાવ,જોધપર, ખોડાપીપર,લતીપર, રોહિશાળા સહિતના ગામડાના ધાર્મિક લોકોએ ઉપરાંત ગણેશચંન્દૃએ એક લાખનુ રોકડ દાન આપીને ભવ્ય શિવાલય નિર્માણ કરાવવામા યોગદાન આપ્યુ હતુ.

પાંચેક વર્ષ પૂર્વે સરકારના વહીવટી તંત્રે મંદિરના મહિમાથી અને હજારો ભક્તો- ભાવિકોની ચહલ પહલ નિહાળીને હાઈવેથી છેક મંદિર સુધી પાકી સડક બનાવી આપી છે. ભાવિકો માટે શિવ સાથે નવદુર્ગા માતાજીના દર્શન એક સ્થળે થાય એવી રમણીય અને પર્યટન સ્થળ બનાવી દેવામાં આવ્યું છે. અહીં શ્રાવણમાસ નિમિત્તે પંથક ઉપરાંત, સૌરાષ્ટ્ર- કચ્છ, હાલાર માંથી અનેક શિવભક્તો આસ્થાભેર શીશ ઝુકાવી ધન્યતા અનુભવે છે.

અન્ય સમાચારો પણ છે...