નિરાળો સંકલ્પ:ટંકારાના વીરવાવ ગામને હરિયાળું બનાવવા યુવાનોનો 251 વૃક્ષ વાવી ઉછેરવાનો સંકલ્પ

ટંકારા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
યુવાનોના ભગીરથ કાર્યને ગામ લોકોએ ઉત્સાહભેર વધાવ્યો. - Divya Bhaskar
યુવાનોના ભગીરથ કાર્યને ગામ લોકોએ ઉત્સાહભેર વધાવ્યો.
  • યુવાનોએ હરિયાળું બનાવવા વૃક્ષોનું જતન કરી ઉછેરવાની જવાબદારી સ્વીકારી

ટંકારાના વીરવાવ ગામના યુવકોએ પોતાના ગામડાના લોકોના આરોગ્યની ચિંતા કરીને ગામડાને શુધ્ધ ઓક્સિજન મળી રહે તે માટે ગામડુ હરિયાળું બનાવવાના સંકલ્પ સાથે ગામડામા ૨૫૧ જેટલા વૃક્ષોનુ વૃક્ષારોપણ કરીને ઉછેર અને જતન કરવાની જવાબદારી પણ સ્વીકારી હતી.

ટંંકારા તાલુકાના અંતરિયાળ આવેલા ખોબા જેવડા નાનકડા વિરવાવ ગામના યુવાનોના પોતાના ગામડા પ્રત્યે ના પ્રેમ અને લગાવ ખરેખર નોંધનીય છે. જેમા, નાનકડા ગામડાના આશાપુરા ગ્રુપના યુવા મિત્રમંડળના મિત્રોએ પોતાના ગામડાના ગામઠી લોકોની સુખાકારીની ચિંતા કરી શુધ્ધ ઓક્સિજન થકી આરોગ્ય સારૂ રહે એ માટે ગાંઠના નાણા ખર્ચી જુદા જુદા વનસ્પતિના રોપા લાવીને ગામડામા તન ઘસીને ગામડાની ફરતે 251 જેટલા વૃક્ષોનું વાવેતર કર્યું હતુ. ગામડે વૃક્ષારોપણ કરવા ગ્રામજનો સાથે પરામર્શ કરી હાલ 251 વૃક્ષોનુ ગામડાના યુવકોએ શ્રમદાનથી વૃક્ષારોપણ કર્યું હતુ.

વતનના ગામડાના આરોગ્યની ચિંતા વ્યક્ત કરી વાવેતર કરાયેલા તમામ વૃક્ષોના વાવેતર બાદ તેના ઉછેર અને જતન અને સુરક્ષા માટે યુવાટીમે જવાબદારી સ્વીકારી હતી. ગામડાને હરીયાળુ થતુ નિહાળીને ગ્રામજનો અને સરપંચે તમામ યુવકોની સરાહના કરી હતી. યુવાનોએ આ તકે, ગામડાને ગ્રીનગામ બનાવવાનો સંકલ્પ યુવાનોએ વ્યકત કર્યો હતો. ગામડામા સૌ પ્રથમ વખત સામુહિક વૃક્ષારોપણ વાવીને ઉછેરવાનુ સદ્ ભાગ્ય નાનકડા ગામને સાંપડ્યુ છે. નજીકના ભવિષ્યમાં અહીં લીલીછમ હરિયાળી લહેરાશે તેમાં કોઇ શંકા નથી.

અન્ય સમાચારો પણ છે...