તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કોરોનાના પોઝિટિવ કેસની માહિતીમાં તંત્ર અને સરકાર દ્વારા અકળ કારણોસર આંકડાકીય ગોલમાલ કરવામાં આવી રહી હોવાનુ જગજાહેર છે. કોરોના પાર્ટ-૨ મા ટંંકારા પંથકમા પોલ છતી થઈ છે. પંથકમા જો આરોગ્ય તંત્ર સમયસર હરકતમા આવી સેનેટાઈઝ, દવા છંટકાવ, ધનવંતરી રથ દ્વારા દવા વિતરણ, ટેસ્ટ વગેરે કરવામા ઉણુ ઉતરશે તો આગામી સમય ઘાતક નિવડી શકે.ટંંકારા તાલુકામા કોરોના કહેરની શરૂ થયેલી બીજી લહેરને લોકો ગંભીરતાથી લેતા નથી. તાજેતરમા સંપન્ન થયેલી સ્થાનિક સ્વરાજની ચુંટણીમા જેમ જાદુઈ રીતે કોરોના ગાયબ થઈ ગયો હતો એમ ચુંટણી બાદ કોરોનાના કેસ વધ્યા છે.
પંથકના મોટાભાગના ગામડે કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે.જેમા, ટંકારા શહેરમા ૨૭૫થી વધુ કેસ હોવાનુ મનાય છે.જેમા, જિલ્લા સહકારી બેંકના સાતેક કર્મચારીઓ સંક્રમિત થઈ હોમ આઈસોલેશનમાં છે. ઉપરાંત પ્રાથમિક શાળાના પાંચ શિક્ષકો સહિત કોળી વિસ્તાર,લોહ વાસ,ધર્મભક્તિ સોસાયટી, લક્ષ્મીનારાયણ સોસાયટી સહિતના અનેક વિસ્તારોમા લોકો હાલ સંક્રમિત થયા છે
વિરવાવમા ચાલીસથી વધુ કેસ સાથે ગામડામા બોમ્બ ફૂટયો છે.નેકનામ, લજાઈ, હડમતિયા, ટોળ,હરબટીયાળી,નસીતપર સહિતના અનેક ગામડામા કોરોના પોઝિટિવ કેસની સંખ્યા પ્રમાણમાં વધુ છે. વિરવાવમા ત્રણ મૃત્યુ થયાનુ ખુદ સરપંચ કહી રહ્યા છે.જેમા,એક સરપંચના પુત્રવધુ પણ મોતને ભેટયા હોવાનુ જાણવા મળ્યું છે.
નેકનામમાં કોરોનાના દર્દીઓ વધ્યા
નેકનામ ગામે ત્રીસથી વધુ કોરોના પોઝીટીવ કેસની સંખ્યા થઇ ગઇ છે, તેમજ હું પોતે પણ કોરોના પોઝિટિવ આવેલ હોવાથી રાજકોટ ખાતે હોસ્પિટલમા સારવાર હેઠળ છું.ગામડામા ટેસ્ટ કિટની ભારે અછત છે. - અરૂણાબા કનકસિંહ ઝાલા, સરપંચ
ઘરે ઘરે દવા,પાઉડર વિતરણ ચાલુ છે
વિરવાવમા સ્થિતિમાં સુધારા પર હોઇ, ઘરે ઘરે જઈને દવા, સુંઠના પાવડરનું વિતરણ કરી લોકોને ઘરે રહેવા સમજાવી આરોગ્ય તકેદારીનુ માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે તેમજ લોકોને રસી લેવા પણ સમજાવાઇ રહ્યા છે. - મહેશભાઇ રોજાસરા, હેલ્થ વર્કર
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.