મહર્ષિ દયાનંદ સરસ્વતીએ સ્થાપેલા આર્ય ધર્મ અને આર્ય સંસ્કૃતિના સંસ્કાર અને નીતિને જાળવી રાખી વેગ આપવાનુ કાર્ય ટંકારામાં થઈ રહ્યુ છે. અહીં ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ ૨૫ મી જાન્યુઆરીએ વંદે માતરમ્ના બેનર હેઠળ રાષ્ટૃભક્તિને ઉજાગર કરતા સુરાવલી કાર્યક્રમનું આયોજન છે જેમાં100થી વધુ યુવાનો દેશદાઝથી પ્રચુર સ્વરચિત ગીતો રજૂ કરશે.
આર્યસમાજ (ત્રણ હાટડી) ના આર્ય વીરોના દળ દ્વારા લક્ષ્મી નારાયણ સોસાયટીના કોમન પ્લોટમા ગણતંત્ર પર્વની પૂર્વ સંધ્યાએ 25મીએ સુર અને શબ્દોના સથવારે રાષ્ટૃોના સપૂત વિરોને શ્રધ્ધાંજલિ અર્પવા સ્વરચિત દેશભકિત ગીત અને રાષ્ટ્ર ભાવના જગાવતા એકાંકી નાટક અને સાંસ્કૃતિક સમારોહનું આયોજન કરાયુ છે. ભાગ લેવા ઇચ્છુક વિદ્યાર્થીઓ અને યુવાધન માટે ફોર્મ પ્રસિધ્ધ કરીને નામાવલી તૈયાર કરવામાં આવી હતી.
જેમા પંથકમાંથી 100થી વધુ યુવાનોએ ફોર્મ રજૂ કર્યા હતા. આયોજક સમિતીના નિર્ણાયકોએ સ્પર્ધકોનુ સિલેકશન કરીને સ્પર્ધકોની ત્રણ કેટેગરી રચી છે. જેમાં ૧ થી ૩ નંબરે આવનાર વિજેતાને પુરસ્કાર થી નવાજવામાં આવશે. કાર્યક્રમનુ આયોજન સંસ્થાના દેવજીભાઈ પડસુંબીયા, ભરતભાઈ વડઘાસીયા અને અશોકભાઈ પરમાર ના માર્ગદર્શન હેઠળ પરેશ કોરીંગા, હિમાંશુ જોષી, રજની મોરસાણીયા, ચિરાગ કટારીયા, રાહુલ મોરસાણીયા સહિતના આર્ય વીરો દ્વારા રાષ્ટ્ર ભક્તિની થીમ ઉપર કરાયુ છે. આજે આ સ્પર્ધા યોજાશે અને યુવાનોની દેશદાઝ અાકાશને અાંબશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.