તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અર્પણ:ટંકારાના દયાળમુનિને સાહિત્ય ગૌરવ પુરસ્કાર એનાયત કરાયો

ટંકારા25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આર્ય સંન્યાસીએ 3 લાખમાં 2 લાખ ઉમેરી સંસ્થાને અર્પણ કર્યા

ટંકારાના નિવૃત્ત વેદાચાર્ય અને આર્યસમાજના વયોવૃધ્ધ વાનપ્રસ્થી દયાલમુની આર્યને વૈદિક ધર્મ-સંસ્કૃતિ, સંસ્કૃત ભાષા અને આયુર્વેદ ક્ષેત્રે શ્રેષ્ઠ પ્રદાન બદલ ગુજરાત સંસ્કૃત સાહિત્ય અકાદમી દ્વારા સાહિત્ય ગૌરવ સન્માન -૨૦૨૦ પુરસ્કાર માટે પસંદગી કરીને બહુમુખી પ્રતિભાનું સન્માન કરવા અને પુરસ્કાર અર્પણ કરવા ટંકારા ખાતે અભિવાદન કાર્યક્રમ રાજ્યપાલની આભાસી ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો હતો.

આ પ્રસંગે ઉપસ્થિત અકાદમીના અધ્યક્ષ વિષ્ણુભાઈ પંડયાએ સમાજ સુધારક તરીકેની દયાલમુનિની કર્મયાત્રાને વર્ણવી તેઓને ખરા અર્થમાં સન્માનનાં અધિકારી ગણાવ્યા હતા. આ તકે, વર્ચ્યુઅલ રીતે ઉપસ્થિત રહેલા રાજ્યપાલ દેવવ્રત આર્યએ જણાવ્યું હતુ કે, પોતાના માટે નહીં પરંતુ બીજાના કલ્યાણ માટે જીવન જીવે એ વ્યક્તિ જ ખરા અર્થમાં મનુષ્ય છે. ચારે વેદના 20397 મંત્રોને ગુજરાતીમાં અનુવાદ કરીને દયાલભાઈએ મહર્ષિ દયાનંદ સરસ્વતીના ઉપદેશ ઉપરાંત વેદ, ધર્મ-સંસ્કૃતિને જન-જન સુધી પહોંચાડવાનો ભગીરથ પ્રયાસ કરી આર્ય કર્મયોગી તરીકે શ્રેષ્ઠ કાર્ય કર્યું છે. સાહિત્ય અકાદમી તરફથી ગૌરવ પુરસ્કાર અંતર્ગત રૂ. એક લાખની ધનરાશી, સ્મૃતિ ચિહ્ન, સન્માન પત્ર તેમજ શાલ અર્પણ કરાયી હતી. તેમજ રાજ્યપાલની ઈચ્છા અને સુચનાને અનુસરી રાજભવન તરફથી વધુ રૂ.બે લાખ ની રકમ ઉમેરવામા આવી હતી. જોકે, પોતાને મળેલ રૂપિયા ત્રણ લાખ નુ રોકડ પુરસ્કાર મા દયાળજીભાઈએ બે લાખ ઉમેરી કુલ પાંચ લાખ રૂપિયા ટંકારા આર્યસમાજ (ત્રણ હાટડી) સંસ્થાને અર્પણ કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...