સમસ્યા:ટંકારા તાલુકામાં કનેક્ટિવિટી કેબલ કપાતા દસ્તાવેજ નોંધણી સહિતની કામગીરી ઠપ

ટંકારા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ટંકારાના બાર એસોસિએશનના પ્રમુખ-ઉપપ્રમુખે કનેક્ટિવિટીના ધાંધિયા વારંવાર

રાજકોટ મોરબી મધ્યે ચાલતા ૬૫ કિમીના ફોર વે કામની આડોડાઈથી ટંકારા તાલુકા મથકની વહિવટી તંત્રની મુખ્ય ગણાતી મામલતદાર કચેરીને ટેલીફોન, ઈન્ટરનેટ સહિતની કનેક્ટિવિટી સપ્લાય કરતા કેબલને જાળવણી કરવાના બદલે ખોદાણ વેળા કાપી નાંખતા તાલુકાની મહત્વની મામલતદાર કચેરી, સબ રજીસ્ટાર, ઈ-ધરા, પુરવઠા વગેરે કામગીરી જીસ્વાન કનેકટીવીટી ખોરવાતા સતત બે દિવસથી તમામ કામગીરી ઠપ થઈ ગઇ છે. તેમજ તાલુકાની જનતાના કામ ખોરંભાવા સાથે મહત્વ ના દસ્તાવેજ અટવાતા છાસવારે સર્જાતી સમસ્યાનુ નિરાકરણ લાવવા વકિલોએ માંગણી ઉઠાવી હતી.

રાજકોટ મોરબી વચ્ચેનો ૬૫ કીમી રાજય ધોરીમાર્ગને હાલ ફોર વે બનાવવાની કામગીરી ચાલી રહી છે. પરંતુ કામ કરતી એજન્સી માર્ગ મકાન તંત્રની મીઠી નજરથી કોઈને દાદ દેવાનુ તો ચુકી છે. પરંતુ સરકારી તંત્રને પણ નુકશાન કરી આડોડાઈ કરતી હોવાનું ચિત્ર સામે આવ્યુ હતુ. ટંકારા પાસે હાઈવે ખોદતી વખતે જમીનમાથી પસાર થતા કેબલ કે પાણીની લાઈનોની જાળવણી કરવાના બદલે આડેધડ કેબલ કાપી નાખ્યા છે. ટંકારા તાલુકાની વહિવટીતંત્રની મુખ્ય ગણાતી મામલતદાર કચેરીમા જતી ટેલીફોન સહિત ઈન્ટરનેટ સુવિધાની સપ્લાય પહોંચાડતા મુખ્ય કેબલને ખોદકામ કરતા કાપી નાંખતા મામલતદાર કચેરીમા ઈ-ધરા, હિસાબીશાખા, ચલણ, પુરવઠા સહિતની કામગીરી ઠપ થવા સાથે સબ રજિસ્ટર કચેરીમા અગાઉથી ટોકન લઈ દસ્તાવેજ નોંધણી કરાવવા આવેલા વકીલો અને અરજદારો મુશકેલીમાં મુકાયા હતા.

જેમા અમુક વેચાણ દસ્તાવેજોમા લેનાર-વેચનાર પક્ષો વચ્ચે નાણાકિય લેવડ-દેવડની સમય મર્યાદા નક્કી થઇ હોય રજિસ્ટ્રેશન અટકી પડતા વ્યવહાર ખોરવાવા સાથે અગત્યના મુદતી દસ્તાવેજો જીસ્વાન કનેક્ટિવિટી ખોરવાતા નોંધણી કામગીરી ઠપ થઈ જતા અગાઉથી ટોકન લઈને ૧૫ જેટલા રજુ થયેલા દસ્તાવેજોમા વકીલો અને સાક્ષી સહિતના અનેક લોકોના સમય સાથે આર્થિક નુકશાન પણ વેઠવુ પડ્યુ હતુ. થોડા સમય પૂર્વે પણ આ રીતે કેબલ કપાઈ જતા સતત ત્રણ દિવસ સુધી દસ્તાવે‌જી કાર્ય અટકયા હતા. છાસવારે સર્જાતી સમસ્યાનુ કાયમી નિરાકરણ કરવા બાર એસોશીએશનના પ્રમુખ પરેશ ઉજરીયા, ઉપપ્રમુખ અતુલ ત્રિવેદીએ તંત્રને રજુઆત કરી જી-સ્વાન સહિતની કનેક્ટિવિટી ખોરવાતા સર્જાતી સમસ્યા મામલે આકરા તેવર દાખવી તાલુકાની પરેશાન થતી જનતાના હિતમા દાખલારૂપ પગલા લેવા માંગણી કરી હતી.

કોર્ટ કાર્યવાહી ઓનલાઈન, સ્ટાફ ફરજ પર તૈનાત
કોઈ પણ મેટર કે જામીન પ્રક્રિયા તા.૧ જુલાઈથી ઓનલાઈન ચાલુ થઈ ગઈ છે.સાથે  કોર્ટમાં વીડિયો કોન્ફરન્સથી મેટર ચાલશે.અસીલોને કોર્ટે આવવાની જરૂર નથી. જૂના કેસમા હાલ મુદતો અપાશે.કોર્ટ સ્ટાફ દ્વારા ફરજ પર હાજર રહી કામગીરી કરવામાં આવી રહી છે. > પરેશ ઉજરિયા,બાર એસો. પ્રમુખ

અન્ય સમાચારો પણ છે...