તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આક્ષેપ:સાવડીમાં ચાલતા રસ્તાના કામમાં ભ્રષ્ટાચાર થતો હોવાની ફરિયાદ

ટંકારા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રોડનું કામ ન અટકે તો અદાલતનું શરણું લેવાની ચીમકી

ટંકારા તાલુકાના સાવડી ગામે ગ્રામ પંચાયત હસ્તક ચાલતા ૧૪મા નાણાપંચ હેઠળના સિમેન્ટ રોડના કામમા લોટ પાણીને લાકડા જેવુ કામ થઈ રહ્યુ હોવાની ગામડાના યુવકે તંત્રને લેખિત ફરીયાદ કરી કામમા ભ્રષ્ટાચારની બૂ આવતી હોવાની રાવ કરી વાડ જ ચિભડા ગળી રહી હોય તંત્રને નબળી કામગીરી અટકાવવા માંગણી કરી હતી. તંત્ર મોડુ કરશે અને કામગીરી નહી અટકે તો કોર્ટના દરવાજા ખખડાવી ભ્રષ્ટાચારના પોપડા ઉખેડવાની ચિમકી ઉચ્ચારી હતી.

ટંકારાના જામનગર હાઈવે પર આવેલા સાવડી ગામે ૧૪મા નાણાપંચ હેઠળ ગામડાના મુખ્ય રસ્તાઓ સિમેન્ટ રોડ બનાવવાનુ કામ મંજૂર થતા હાલ ગ્રામપંચાયત દ્વારા પોતાના હસ્તક સરપંચના માર્ગદર્શન હેઠળ કામગીરી કરાઇ રહી છે, પરંતુ હાલ સિમેન્ટ રોડના કામમા નીતિ નિયમો નેવે મૂકી સરપંચ મોસાળે જમણ અને મા પીરસનાર હોવાનુ પામી નબળી કામગીરી કરાઇ રહ્યાની રાવ વિક્રમ કારાવડીયાએ કરી કામગીરીની ચકાસણી કરવા, રોડમા કરાતુ ખોદાણ, ભરાઈ સહિત કામના નમૂના લઈ લેબોરેટરીમા પૃથક્કરણ કરવા માગણી કરી છે. તંત્ર દ્વારા ઢાંક પિછોડો કરાશે તો ગામડાને મળતી હકની સુવિધાઓ ભ્રષ્ટાચારના આવરણ હેઠળ ઢંકાઈ જવાની દહેશત ફરિયાદમા વ્યક્ત કરવામા આવી હતી.

અન્ય સમાચારો પણ છે...