તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધાર્મિક:ટંકારાની સ્થાપના પૂર્વે સ્થાપિત ચંદ્રમૌલેશ્વર મહાદેવ મંદિર આસ્થાનું અપ્રતિમ પ્રતીક

ટંકારા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
શિવાલયમાં ભાવકોને અનેરી આસ્થા. - Divya Bhaskar
શિવાલયમાં ભાવકોને અનેરી આસ્થા.
  • મંદિરની પાછળ રાજમહેલમાં જવાના માર્ગના અવશેષ મળતાં તે વખતના શાસકો શ્રદ્ધાળુ હોવાના પ્રમાણ

ટંકારાના ખડકી નાકે ડેમી નદીના કાંઠે પ્રાચીન ચંદ્ મૌલેશ્વર મહાદેવ મંદિરમા પ્રવેશતા તન-મનમા શિતળતાની અનૂભુતિ થાય છે. ટંકારા વસ્યા પૂર્વેનુ અતિ પૌરાણિક શિવમંદિર હોવાનુ કહેવાય છે. ટંકારાના ડેમી નદીના કાંઠે ઘેટીયાવાસના ખડકી નાકે આવેલા ચંદ્રમૌલેશ્વર મહાદેવ મંદિર નગર વસ્યા પૂર્વેનું અતિ પુરાણુ મંદિર હોવાના પ્રમાણ પરથી જણાઈ રહ્યું છે.અતિ પ્રાચીન મંદિરના પછવાડે રાજમહેલમા જવાનો માર્ગ હોવાના અવશેષો પરથી અહીયા જે તે સમયે ક્ષાત્ર શાસકો ભોળાનાથની પૂજા-અર્ચના કરતા હોવાનુ કહેવાય છે.

આજથી લગભગ પાંચસો વર્ષ પૂર્વે ઢંકપુર તરીકે ઓળખવામા આવતા આજના ટંંકારામા ઘેટીયાવાસના ખડકી નાકે ડેમી નદીના કાંઠે અતી પ્રાચીન શિવજીનુ ચંદ્ર મૌલેશ્વર મહાદેવ મંદિર આવેલુ છે. મંદિરની રચના જોતા પાછળ રાજમહેલ (હાલ અહી આર્યસમાજ ધમધમે છે) હોવાથી રાજ ઘરાનાના સભ્યો અહીં રાણીવાસમાથી પુજા અર્ચના કરવા આવતા હતા. મંદિરની બાજુમા શક્તિપીઠ હિંગળાજ માતાના અંશ આઈ ચાપલનુ જન્મસ્થળ આવેલું છે. ચાપલઆઈ માતાજી પણ શિવપુજન કરતા હોવાની લોકવાયકા છે.

એકાંતમા આવેલુ શિવલિંગ શિવ ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે. જાણવા મળ્યા પ્રમાણે અહીં પ્રવેશતા જ મહાદેવની સન્મુખ નદીના મંદ નીર, કુદરતી આબોહવાનો અહેસાસ થતા તન અને મનને શિતળતાની અનૂભુતિ થાય છે. પવિત્ર શ્રાવણ માસ દરમ્યાન અનેક ભાવિકો અહી માથુ ટેકવી દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવે છે. શ્રધ્ધાળુઓની શ્રધ્ધાપૂર્વકની માનતા અહીંયા શીશ ઝુકાવવાથી ફળીભૂત થતી હોવાનુ આસ્થાળુઓ કહે છે. હાલ મંદિરની બારે માસ નિઃસ્વાર્થ ભાવે સેવા પુજા બ્રહ્મસમાજના કારોબારી સભ્ય અને ભૂદેવ ભાવિન હસુભાઈ રાવલ કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...