તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:સૌની યોજનાથી તાકીદે પાણી આપી આગોતરા વાવેતરને બચાવવા પોકાર

ટંકારા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વરસાદ ખેંચાયો અને જળાશયોમાં સીમિત જળજથ્થો
  • ટંકારાના સુરક્ષા મંડળના પ્રમુખની રજૂઆત

સૌરાષ્ટ્રમા વરસાદ ખેંચાતા મોરબી જિલ્લામા આગોતરું વાવેતર કરનારા ખેડૂતો સહિત તમામ ખેડૂતોના જીવ તાળવે ચોંટી ગયા છે. વાવેતર કરાયેલા મોલને જીવતદાન આપવા તાકીદે સૌની યોજના થકી સિંચાઈનુ પાણી આપવા ટંકારા તાલુકા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખે સિંચાઈ તંત્રને પત્ર પાઠવી માંગણીકરી હતી.

મંડળના પ્રમુખ ગૌતમભાઈ વામજાએ સિંચાઈ તંત્રને પત્ર પાઠવી જણાવ્યું છે કે મોટાભાગના ખેડુતોએ વરૂણદેવ ઉપર ભરોસો રાખી આગોતરું વાવેતર કરી દીધું છે તથા વાવણીમાં બાકી રહેલા ખેડુતો વરસાદની ચાતક નજરે રાહ જોઈ આકાશમાં પોતાની મીટ માંડી ઝુરીરહ્યા છે.

આવી પરિસ્થિતિમા આગોતરા વાવેતરથી મોલ મુરઝાઈ રહ્યો હોય મુરઝાતા મોલને જીવતદાન આપવા તાકિદે સરકારની સૌની યોજનાના નીર ચેકડેમ, તળાવોમા ઠાલવી ખેડૂતોની વેદનાને મલમ લગાવવા જેવી વ્યવસ્થા કરવા ખેડૂતોના હિતમા માંગણી કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...