માગણી:ટંકારા તાલુકાના તલાટીઓનું સરકાર સામે લડતનું બ્યૂગલ

ટંકારા18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ધરણાં યોજી સરકાર સમક્ષ માગણીઓનો ઉકેલ માગ્યો

ટંકારા તાલુકાના તલાટી મંત્રીઓ તેઓની પડતર માંગણીઓ સંદર્ભે સરકાર સામે મોરચો માંડી ધરણા કર્યા બાદ તાલુકાના ૨૫ તલાટીઓ માસ સી એલ ઉપર ઉતરી ગયા છે અને સરકાર સમક્ષ પડતર પ્રશ્નોના ઉકેલવાની માંગણી કરી લડતનુ બુંગીયુ ફુકયુ હતુ. બીજી તરફ તલાટીઓ માસ સી.એલ. ઉપર ઉતરી જતા વહીવટી કામો ખોરવાયા છે.

ટંકારા તાલુકા તલાટી કમ મંત્રી મંડળના પ્રમુખ એન.એચ. સોનારાની આગેવાની તાલુકાના તમામ તલાટી મંત્રીઓએ ધરણા યોજી માસ સી એલ ઉપર ઉતારી ગયા છે. તલાટીઓએ ઘરણા યોજી સરકાર સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું.

ટંકારા તાલુકા તલાટી કમ મંત્રી મંડળના જણાવ્યા મુજબ તલાટીઓના પડતર પ્રશ્નો જેવા કે, વર્ષ 2004 થી 2006 ના તલાટીઓના ફિક્સ પગારના સમયગાળાને પ્રાથમિક શિક્ષકની માફક સેવા સળંગ ગણી બઢતી સાથે ઉચ્ચત્તમ પગારના લાભો આપવા, વર્ષ 2006 બાદ મળવાપાત્ર પ્રથમ અને દ્વિતીય ઉચ્ચતમ પગાર ધોરણની દરખાસ્ત મંજુર કરવા, તલાટીને વિસ્તરણ અધિકારી-આંકડા વિસ્તરણ અધિકારી તરીકે પ્રમોશન આપવા, રેવન્યુ તલાટી તથા પંચાયત તલાટીને મર્જ કરવા મહેસુલ વિભાગના પરિપત્રનો અમલ કરવા, રેવન્યુ તલાટીની માફક તલાટી કમ મંત્રીને પ્રથમ ઉચ્ચતર ગ્રેડ પે 4400 આપવા, વર્ષ 2006 માં નિમણુંક થયેલા તલાટીઓને અગાઉના પરિપત્ર મુજબના લાભો આપવા, તલાટીઓને ફરજ મોકૂફી માટે ચોક્કસ કાર્યરીતી અનુસરવા, બાયો મેટ્રિક પદ્ધતિથી તલાટીઓની હાજરી પુરવાના નિર્ણય રદ કરવા સહિતના પ્રશ્નોનો ઉકેલ ન આવે ત્યાં સુધી લડત ચાલુ રાખવાનો નિર્ધાર વ્યક્ત કરી રાજય મંત્રી મંડળને ટેકો જાહેર કરી લડતનુ બુંગીયુ ફુંકયું હતું. તલાટીઓ કામથી અલિપ્ત રહેતા ગામડાના સ્થાનિક પ્રજાકીય કામને અસર થઈ છે.

અન્ય સમાચારો પણ છે...