ટંકારામા પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અંતર્ગત ઉજ્વલ્લા દિવસ ઉજવવામાં આવ્યો હતો જેમાં 30 જેટલા બીપીએલ અને અંત્યોદય કાર્ડ ધારકોને વિનામુલ્યે ગેસ કનેક્શન આપવામા આવ્યા હતા. નોંધનીય છે કે આ યોજના અંતર્ગત અંતરિયાળ વિસ્તારોમાં કે જ્યાં રાંધવા માટે ગેસ સિવાયના વિકલ્પો ઉપયોગમાં હતા અને તેના લીધે લોકોના સ્વાસ્થ્ય અને પર્યાવરણને નુકસાન થઇ રહ્યું હોવાથી સરકારે આ યોજના અમલી બનાવી લોકોને રાંધણગેસના વપરાશ તરફ વાળ્યા છે જે ઇંધણ સુરક્ષિત હોવાની સાથે અન્ય બળતણની તુલનામાં ખૂબ જ સસ્તું અને આરોગ્યપ્રદ છે.
ટંકારામા આવેલ આર્ય ઇન્ડેન ગ્રામીણ વિતરક દ્વારા સ્થાનિક સરપંચ ગોરધનભાઈ ખોખાણી, ઉપસરપંચ નિર્મળાબેન હેમંતભાઈ ચાવડા, ટી.ડી.પટેલ, સામાજીક કાર્યકર હેમંતભાઈ ચાવડાની ઉપસ્થિતિમા ઉજ્વલ્લા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીમાં, ટંકારા તાલુકાના ત્રીસેક જેટલા બીપીએલ અને અંત્યોદય કાર્ડ ધારકોને મફત ગેસ કનેક્શન આપવામા આવ્યા હતા. આ તકે એજન્સીના સંચાલક અરવિંદભાઈ ખોખાણીએ લાભાર્થીઓને સુરક્ષિત ગેસ કનેક્શનના ઉપયોગ અંગેની સમજ અને જાણકારી આપવામાં આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.