તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્થાનિક સ્વરાજની ચૂંટણી:લજાઇ બેઠક પર ધ્રુવનગર નરેશને ટિકિટ આપી ભાજપે આશ્ચર્ય સર્જ્યું

ટંકારા20 દિવસ પહેલા
 • કૉપી લિંક

સ્થાનિક સ્વરાજની તાલુકા અને જિલ્લા પંચાયતની ચુંટણીમાં ઉમેદવારી કરવા માટે શનિવારે નામાંકન પત્ર ભરવાના છેલ્લા દિવસ બાદ ટંકારા તાલુકાની સોળ બેઠક માટે કોંગ્રેસ, ભાજપ, આપ અને બસપા ઉપરાંત અપક્ષો મળી કુલ ૫૦ ઉમેદવારોએ ચુંટણી લડવા દાવેદારી નોંધાવી હતી. હાલ જે ઉમેદવારોએ દાવેદારી નોંધાવી હતી.તે ભરાયેલ નામાંકન પત્રોની ચકાસણી અને પરત ખેંચવાની મુદત બાદ ચિત્ર સ્પષ્ટ થશે. હાલ ચુંટણી લડવા મેદાને ઉતરેલા બેઠક વાઇઝ ઉમેદવારોની યાદી આ પ્રમાણે છે.

કોણ રીપીટ અને કોણે બેઠક બદલી ટંકારા તાલુકા પંચાયતના ચુંટણી લડવા જનમત માંગવા ચુંટણી મેદાને ઉતરેલા ઉમેદવારો પૈકી ટંકારા-૨ બેઠક પર કોંગ્રેસના ચેતન ત્રિવેદી ગત વખતે વિજેતા થતા પક્ષે ફરી વિશ્વાસ વ્યક્ત કરી રીપીટ કર્યા છે. તો ભાજપે પક્ષના અનેક પાયાના કાર્યકરોને રીતસર વેતરી પ્રાથમિક સભ્ય પણ ન હોય એવા નવોદિતને ટીકીટ આપી આશ્ચર્ય સજઁયુ હતુ. ઉપરાંત, ગત વખતે આ બેઠક પર હાર ખમી ચુકેલા ભાજપના સલીમ અબાણીને તેમની માંગણી મુજબ સીટ બદલી આ વખતે ટંકારા - ૩ પર ટીકીટ ફાળવી હતી.

તો હરબટીયાળી બેઠક પર ગત વખતે વિજયી થઈ તા. પં. પ્રમુખ બનેલા મધુબેન સંઘાણી આ વખતે આ બેઠક સા. શૈ. પછાત વર્ગ ના ફાળે જતા તેમના બદલે તેઓના પતિ અશોકભાઈ સંઘાણી બેઠક બદલી મિતાણા બેઠક પરથી મેદાનમાં ઉતર્યા છે. એ રીતે ભાજપે લજાઈ - ૨ ઉપરથી આ વખતે રાજવી પરીવારના આનંદરાજાને મેદાને ઉતાર્યા છે. તેમજ ભાજપની ટીકીટ ન મળતા યુવાપાંખના મહામંત્રી ભાવિન સેજપાલે પૂર્વ સરપંચ અને ભાજપના કાર્યકર કાનજીભાઈ ત્રિવેદીના ખભે વિશ્વાસ રાખી ટંકારા-૧ બેઠક પર તેમના પત્ની ચાર્મીબેન સેજપાલને અપક્ષમા ઉતાર્યા છે.

ઓટાળા બેઠક પર જિલ્લા ભાજપના હોદ્દેદાર બેચર ઘોડાસરાએ ટીકીટ વહેંચણીથી નારાજ થઈ તેમના માતાને અપક્ષ મેદાને ઉતાર્યા છે. કોંગ્રેસે ગત ટર્મમા સામાજિક ન્યાય સમિતિના ચેરમેન રહેલા મહેશ લાધવાને ટીકીટ ન ફાળવી ટીંગાડી દેવાયા બાદ તેમના મામા અને અનુ. જાતના પ્રમુખ રમેશભાઈ રાઠોડને ઓટાળાથી ટિકીટની લોલીપોપ આપી કોંગ્રેસે છેલી ઘડીએ ટીકીટ ન આપતા મામા ભાણેજ ટીકીટ વહેંચણીમા મામકાવાદનો આક્ષેપ કરી પક્ષને રામરામ કરવાની જાહેરાત કરી હતી.

તાલુકા પંચાયતોની બેઠક પરના ઉમેદવારો

ઘુનડા(ખા) : સામાન્ય સ્ત્રી બેઠક : નિમુબેન ડાયાલાલ ડાંગર (ભાજપ), જશુબેન મહાદેવભાઈ કાસુન્દાૃ (કોંગ્રેસ),ગીતાબા ઘનશ્યામસિંહ ઝાલા (આપ), કૈલાશબેન મગનભાઈ પરમાર (બસપા)

હડમતીયા: સામાન્ય સ્ત્રી બેઠક : શિલ્પાબેન દિલીપભાઈ કામરિયા (ભાજપ), મનીષાબેન રાજેશભાઈ કોરડીયા (કોંગ્રેસ), જનકબેન ગૌતમભાઈ ખાખરીયા (બસપા)

હરબટીયાળી : સા. શૈ. પ.સ્ત્રી : છાંયાબેન અરવિંદભાઈ માંડવીયા (ભાજપ), જીગુબેન મહેશભાઈ ઝાંપડા (કોંગ્રેસ), વર્ષાબેન લાલજીભાઈ બારૈયા (આપ)

જબલપુર: સા. શૈ. પ. : મણિલાલ ડાયાભાઇ કુંડારીયા (ભાજપ), નિલેશભાઈ દયાળજી સુરેલીયા (કોંગ્રેસ), કૌશિક મગનભાઈ નારીયાણા (આપ)

લજાઈ - 1 અનુ.જાતી સ્ત્રી : હંસાબેન ગુણવંતભાઈ ચાવડા (ભાજપ), લાભુબેન જયંતીલાલ સારેસા (કોંગ્રેસ),

લજાઈ - 2 બિ. અ. સામાન્ય : ધર્મરાજસિંહ બાલકૃષ્ણસિંહ જાડેજા (ભાજપ), પંકજભાઈ દયારામભાઈ મસોત (કોંગ્રેસ)

મીતાણા : બિ. અ. સામાન્ય : અરવિંદભાઈ મોહનભાઇ દુબરીયા (ભાજપ), અશોકભાઈ ચકુભાઈ સંઘાણી (કોંગ્રેસ), વસંતભાઈ ઠાકરસીભાઈ સંઘાણી (આપ), રોહિતભાઈ નાનજીભાઈ ફાંગલીયા (અપક્ષ)

નાનાખીજડીયા : સામાન્ય સ્ત્રી : રમીલાબેન લાલજીભાઈ દેત્રોજા (ભાજપ), અસ્માબેન મહમદઅલી દધોરીયા (કોંગ્રેસ), ગીતાબેન પ્રવિણભાઈ ચૌહાણ (બસપા)

નસીતપર : બિ. અ. સામાન્ય : અરવિંદભાઈ ધનજીભાઈ ભાડજા (ભાજપ),વિપુલ હરગોવિંદભાઈ કુંડારીયા (કોંગ્રેસ)

નેકનામ : બિ. અ. સામાન્ય : અલ્પેશભાઈ ચુનીલાલ દલસાણીયા (ભાજપ), ધર્મેન્દ્ર ભાણજીભાઈ અઘેરા (કોંગ્રેસ), નલીનભાઇ સવજીભાઈ દેત્રોજા (આપ)

ઓટાળા : સામાન્ય સ્ત્રી : સુનીતાબેન રમણીકભાઇ દેત્રોજા (ભાજપ), કિરણબેન નરેન્દ્રભાઈ દેત્રોજા (કોંગ્રેસ), અમૃતાબેન મગનભાઈ ઘોડાસરા (અપક્ષ)

સાવડી : સામાન્ય સ્ત્રી : પુષ્પાબેન પ્રભુલાલ કામરીયા (ભાજપ), રીટાબેન ચંદ્રકાંતભાઈ ઢેઢી (કોંગ્રેસ),

ટંકારા-1 : સામાન્ય સ્ત્રી : સરોજબેન જીતુભાઇ ખોખાણી (ભાજપ), નિમીષાબેન અલ્પેશભાઈ ભાલોડીયા (કોંગ્રેસ), સુમિતાબેન શૈલેષભાઈ ધોરીયાણી (આપ), ભાવનાબેન નવઘણ દંતેસરીયા (બસપા), ચામિઁબેન ભાવિનભાઈ સેજપાલ (અપક્ષ), કુસુમબેન સુરેશભાઈ કુકડીયા (અપક્ષ)

ટંકારા-2 : બિ. અ. સામાન્ય : રમેશચંદ્ર બચુભાઈ કૈલા (ભાજપ), ચેતન રમણીકભાઇ ત્રિવેદી (કોંગ્રેસ), ધર્મેન્દ્ર મણીભાઈ કક્કડ (આપ), મિતેષ ચંદ્રકાંત મહેતા (અપક્ષ), ઈરફાન હાસમભાઇ સોહરવદી (અપક્ષ)

ટંકારા-3 : બિ. અ. સામાન્ય : સલીમભાઇ હાસમભાઇ અબાૃણી (ભાજપ), ઉસ્માન હુસેનભાઈ ચૌધરી (કોંગ્રેસ), પંકજભાઈ ધીરજલાલ ત્રિવેદી (આપ)

વીરવાવ : અનુ. આદીજાતી સ્ત્રી : ગીતાબેન શક્તિવનભાઈ ભોરણીયા (ભાજપ), ગીતાબેન રમેશભાઈ દુબરીયા (કોંગ્રેસ)

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો