ફરિયાદ:ટંકારા પાસે અકસ્માતમાં બાઇકચાલકનું મોત, અકસ્માત સર્જી વાહનચાલક ફરાર

ટંકારા7 દિવસ પહેલા
  • કૉપી લિંક

રાજકોટ હાઈવે પર ટંકારા નજીકથી પસાર થતા બાઈક ચાલક યુવાનને અજાણ્યા વાહન ચાલકે અડફેટે લેતા સર્જાયેલા અકસ્માતમા ટંકારાના આશાસ્પદ બાઈક ચાલકનુ મોત નિપજ્યુ હતુ. બનાવ બાદ અજાણ્યો વાહન ચાલક અકસ્માત સર્જી નાસી છૂટયો હતો.

ટંકારાના મોમીન શેરીમા રહેતા હાજીભાઈ અમીભાઈ ચૌધરીએ પોલીસમા નોંધાવેલી ફરિયાદ મુજબ રાજકોટ મોરબી ફોરલેન હાઈવે ઉપર ટંકારા ચોકડી ઉપર નવનિર્મિત થયેલા ઓવરબ્રિજના રાજકોટ તરફના છેડે પેટ્રોલ પંપ પાસેથી તેનો પુત્ર વસીમ મોટર સાયકલ. નં. જીજે ૩૬ એમ ૨૦૮૯ પર પસાર થતો હતો એ વખતે હાઈવે પર પુરપાટ ઝડપે ઓચિંતા આવી ચડેલા અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટે લઈ અકસ્માત સર્જ્યો હતો.

ગમખ્વાર અકસ્માતમા બાઈક ચાલક વસીમને ગંભીર ઈજા પહોંચતા સારવારમાં ખસેડયો હતો, અને સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યુ હતુ. અકસ્માત સર્જી અજાણ્યો વાહન ચાલક નાસી છૂટયો હતો. બનાવ અંગે ટંકારા પોલીસે અકસ્માતના બનાવની વિધિવત પોલીસ ફરિયાદ નોંધી બનાવની ગંભીરતા પારખી અજાણ્યા વાહન ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...