તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:મિતાણામાં બ્રિજના પિલરમાં અથડાતા બાઈકચાલકનું મોત

ટંકારા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાજકોટ મોરબી હાઈવે પર મિતાણા ચોકડીએ બની રહ્યો છે બ્રિજ

મોરબી રાજકોટ હાઈવે પર અવારનવાર અકસ્માતના બનાવો બનતા રહે છે ત્યારે વધુ એક અકસ્માત ટંકારાના મીતાણા ચોકડી પર નવા બની રહેલા ઓવરબ્રિજ પાસે થયો હતો અને બ્રિજના સિમેન્ટ પેનલ સાથે બાઈક અથડાતા પરપ્રાંતિય આધેડ ખેતમજુરનુ મૃત્યુ નીપજ્યું હતુ.બનાવ અંગે ટંકારા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

રાજકોટ મોરબી હાઈવે પર મિતાણા ચોકડી નજીકથી પસાર થતી વખતે ચાલકનું બાઇક કોઇપણ કારણોસર ઓવરબ્રિજના સિમેન્ટના બ્લોક પેનલ સાથે અથડાતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આથી બાઇક ચાલકને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી અને આધેડનું મોત નિપજ્યુ હતુ.જાણવા મળ્યા પ્રમાણે અકસ્માતે મોત ને ભેટેલા આધેડ હમીરપર ગામે ખેત મજૂરી કરતા રૂપસિંગ રાયસિંગ બૂડેદિયા (ઉ.૪૪)હોવાનુ જાણવા મળ્યું છે. તેઓ ગામડેથી કોઈ કામ સબબ હાઈવે પર ગયા હતા અને મોત મળ્યું હતુ.

આ બનાવ અંગે ટંકારા પોલીસે મૃતકના ભાઈ માનસિંગ બુદડીયાની ફરિયાદ લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

સાઈન બોર્ડના અભાવે બનાવ
4 વર્ષથી ધીમી ગતિએ કામ ચાલુ છે. હાઈવે ઓથોરિટીના પાપે એજન્સી નિયમો નેવે મૂકી કામ કરતી હોવાની ફરિયાદો છતાં કાર્યવાહી નહીં. કયાંય સાઈન બોર્ડ ન હોવા, ડાયવર્ઝનના અભાવે વારંવાર અકસ્માત સર્જાઇ છે. ટંકારાની સગીરાનુ મોત નિપજયા બાદ બે દિવસ પૂર્વે હાઈવે પર મોતના કુવા જેવી કુંડીમા ગાય ખાબકવાના બનાવની ઘટના બની હતી.

અન્ય સમાચારો પણ છે...