તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શ્રદ્ધા:ટંકારાના ડેમી-2 ડેમના કાંઠા પાસે ભીમનાથ મહાદેવ મંદિરની સ્થાપના પાંડુપુત્ર ભીમે કરી’તી

ટંકારા25 દિવસ પહેલા
  • કૉપી લિંક
અહીં ચોસઠ જોગણીનો મોક્ષ સહદેવે કર્યો હતો - Divya Bhaskar
અહીં ચોસઠ જોગણીનો મોક્ષ સહદેવે કર્યો હતો
  • મહાભારત કાળમાં અજ્ઞાતવાસ દરમિયાન પાંડુપુત્ર ભીમસેન દ્વારા શિવલિંગની સ્થાપના કરાઇ
  • સહદેવજીએ 64 જોગણીનો મોક્ષ કર્યાની માન્યતા

રાજકોટ-મોરબી હાઈવે ઉપર ટંકારા તાલુકાના લજાઈ ગામથી ત્રણ કિમી દુર ડેમી-૨ ના કાંઠે આવેલ અતિ પૌરાણિક ભીમનાથ મહાદેવનું આશરે પાંચેક હજાર વર્ષ પુરાણું શિવમંદિર આવેલ છે. લોકવાયકા પ્રમાણે પાંચ પાંડવો પૈકીના ભીમસેને શિવલિંગની સ્થાપના કરી હોવાનુ કહેવાય છે. જેથી, શિવાલય ભીમનાથ મહાદેવથી ઓળખાય છે. રાજકોટ મોરબી હાઈવે પર ટંકારા તાલુકાના લજાઈ ગામ થી ત્રણેક કિમી દુર ડેમી-૨ ડેમના કાંઠે વગડામા આવેલ ભવ્યાતિભવ્ય દેવાધિદેવ મહાદેવ શ્રી ભીમનાથ મહાદેવનુ અતિ પૌરાણિક શિવાલય આવેલુ છે.

હાલ મંદિરના જીર્ણોધ્ધાર બાદ સોમપુરી કલાના અદભૂત નમૂનેદાર સુંદર અને નયનરમ્ય કલાત્મક મંદિર બનાવાયુ છે. જે શિવ ભક્તોમાં આસ્થાનું કેન્દ્ર છે. કહેવાય છે કે આ મંદિરની સ્થાપના પાંચ પાંડવો પૈકીના ભીમસેને અજ્ઞાતવાસ પૂર્ણ થતા પાંચાળભૂમિમાથી પગપાળા ભગવાન શ્રીકૃષ્ણને દ્વારકા આમંત્રણ આપવા જતી વખતે ભીમસેનને શિવપુજા બાદ જ આહાર લેવાનો સંકલ્પ હોવાથી કરી હોવાની માન્યતા છે. જે પર થી આ મંદિરનું નામ ભીમનાથ મહાદેવ મંદિર હોવાનુ કહેવાય છે.

હાલ લગભગ સાડા ચાર દાયકાથી ધાર્મિક જગ્યામા મહંત તરીકે પોતાનુ જીવન મહાદેવની સેવામા સમર્પિત કરનાર સોમદતબાપા (સુરેશભાઈ સોની) તપ જપ સંચાલન અને સેવાઓ સંભાળે છે. પવિત્ર શ્રાવણ માસ દરમ્યાન હોમાત્મક રૂદ્રાભિષેક યજ્ઞ કરવામાં આવે છે. નારાયણ ભગત (બ્રહ્મચારી) અહી આવતા ભુખ્યા ને ભરપેટ ભોજન કરાવે છે. લજાઈ ગામ અને ગૌસેવા સાથે સંકળાયેલા લોકો અને શિવ ભક્તો અહીં નિત્ય દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવે છે.

જો કે આ વર્ષે પણ કોરોનાને કારણે હોમાત્મક રુદ્રાભિષેક યજ્ઞ, બ્રહચોર્યાસી સહિતના કાર્યકમો સ્થગિત કરાયા છે. ભાવિકોને માત્ર સરકારના નિયમોનુસાર દર્શનનો લાભ પ્રાપ્ય છે.મંદિરના પરીસરમા ગુરૂ દત્તાત્રેય ભગવાનનો દત દરબાર ઉભો કરાયો છે. દત દરબારમા મંદિર ફરતે હજારો વર્ષ પુરાણો વડલો આજે પણ અડીખમ ઉભો છે. અહી વડલા નીચે નિરવ શાંતિ મા જપ તપમા તલ્લિન થઈ એકાએક થવા અનેક ભક્તો આસન જમાવે છે.

અન્ય સમાચારો પણ છે...