તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફરિયાદ:જેતપરની શાળાની જમીન હડપ કરવાની પેરવી, ટંકારાના જાગૃત નાગરિકે ફરિયાદ થકી લેન્ડ ગ્રેબિંગ હેઠળ પગલાં લેવા માગણી કરી

ટંકારા22 દિવસ પહેલા
  • કૉપી લિંક

મોરબીના જેતપરના અણીયારી રોડ પર આવેલા તપોવન વિદ્યાલયના માલિકોએ શાળાની લગોલગ આવેલી સરદાર સરોવર નિગમની ખુલ્લી પડેલી જમીનમા દલા તરવાડી નીતિ અપનાવી શાળાની હદ વધારી દબાણ કરવાના ઈરાદે દિવાલ ચણતર કામ શરૂ કર્યાની નાગરીકે કલેક્ટરને રાવ કરી શાળાના માલિક ત્રિપુટી પર લેન્ડ ગ્રેબિંગ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરવા માંગ કરી છે.

ટંકારાના ચંદૃકાંત હરજીભાઈ પટેલે મોરબી જિલ્લા કલેકટરને લેખિત ફરિયાદ પાઠવી જણાવ્યું છે કે જેતપર(મચ્છુ) ગામથી અણીયાળી રોડ પર જેતપરના સ. નં. 617 પૈકી અને સ. નં. 618 પૈકી 1ની જમીન તપોવન વિદ્યાલયની માલિકીની છે, પરંતુ માલિકો મગન સુંદરજી વડસોલા, વિજય કાચરોલા, અંકિત રૈયાણીએ શાળાની લગોલગ સ. નં. 618 પૈકી 2ની 17 ગુંઠા જમીન જે સરદાર સરોવર નર્મદા નિગમ સૌરાષ્ટ્ર નહેરની માલિકીની ખુલ્લી પડેલી જમીન આવેલી છે.

એ જમીનમા નર્મદા નહેર નિકળતા બાકી બચેલી જમીન ખુલ્લી ઉપરવાસના ખેડુતોને ખેતર જવાનો સીમ માર્ગ છે તેના પર પેશકદમી કરી દિવાલ બનાવવાનુ કામ ચાલુ કરી દઈ ખુલ્લી જમીન પર કબજો જમાવી દીધો છે. બાદ નિગમ જાગે તો કોર્ટ કેસ સહિતના કાયદાકીય ગુંચવાડાની આડમા સમય પસાર કરવા કારસો રચ્યો હોવાની રાવ ટંકારાના નાગરીકે કરી છે. ખેડૂતો જાગૃતિબેન ચંદ્રકાંત પટેલ, વંદના ભગવાનજીભાઈ અઘારા, રામજી નાનજી ભાડજા, ભગવાનજી ડાયાભાઈ અઘારા, રાઘવજી નાનજી ભાડજા, મહેશ હેમંત ભાડજા, દિનેશ ગોરધન અઘારા, વિનોદ ગોરધન અઘારા સહિતના સાથે જોડાયા હતા અને રજૂઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...