તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:સાવડીમાં સગીરા પર દુષ્કર્મના બનાવમા 2 આરોપીની ધરપકડ

ટંકારા4 મહિનો પહેલા
 • કૉપી લિંક
ઝડપાયેલા આરોપી. - Divya Bhaskar
ઝડપાયેલા આરોપી.
 • એક નરાધમે વાસના સંતોષી, બીજાએ મદદગારી કરી
 • પોલીસે પોક્સો હેઠળ ગુનો નોંધ્યો, કોરોના ટેસ્ટ કરાવ્યો

ટંકારાના સાવડી ગામે પિતાના મૃત્યુ બાદ માતાને મજૂરી અને ઘરકામમા મદદ કરતી ગામડાની ૧૪ વર્ષની નાદાન કિશોરી ગામના પાદરમા પિવાનુ પાણી ભરવા જતા તેની એકલતાનો લાભ લઈ ગામડાના ઍક ઢગાએ મોબાઇલમાં ફિલ્મ બતાવવાના બહાને ફોસલાવી અવાવરૂ સ્થળે લઈ દુષ્કર્મ કર્યું હતુ. અને બીજા ઢગાએ આ વખતે કોઈ આવી ન જાય એ માટે ચોકીદારી કરતો હતો.કણસતી બાળકીએ બુમાબુમ કરતા બંને હરામખોરો નાસી છુટયા હતા.

બાદમાં બાળકીએ તેની માતાને સઘળી બીનાથી વાકેફ કરતાં માતાએ પોલીસ ફરિયાદ કરી હતી અને અભિષેક ગુપ્તાએ બંને હરામખોરોને દબોચી લઈ આકરી પુછતાછ કરતા ધર્મૅશ જાદવજી ભાગીયાઍ દુષ્કર્મ આચર્યુ હોવાની અને તેના મિત્ર મનોજ હેમંત ગોસરાએ ચોકીદારી કરી અધમ કૃત્યમા મદદગારીની કબુલાત આપતા પોલીસે હાલ પોસ્કો ઍકટ હેઠળ અટકાયત કરી બંનેના કોરોના ટેસ્ટ કરાવ્યા બાદ રીપોર્ટ આવ્યે વિધિવત ધરપકડ કરી કડક કાર્યવાહી કરાશે. બીજી તરફ જિલ્લા માલધારી સેનાએ ત્વરીત ન્યાયની માંગ સાથે આ બનાવને વખોડ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો