કાર્યવાહી:ટંકારા હાઈવે પર રીક્ષામાંથી દારૂ નીકળી પડ્યો, ચાલકની ધરપકડ

ટંકારાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મોરબી હાઇવે દારૂની હેરાફેરી માટે બુટલેગરોનો પ્રિય
  • આખું નેટવર્ક પોલીસને મળતું નથી, છૂટક દરોડાથી સંતોષ

ટંંકારા પોલીસે હાઈવે પર લજાઈ ગામે આવેલી ચોકડી પાસેથી પસાર થતી પેસેન્જર રીક્ષાને થોભાવી તલાશી લેતા રીક્ષામાંથી દેશી દારૂના બાચકાં મળી આવ્યા હતા. ટંકારા પોલીસ સ્ટાફ ગ્રામ પંચાયતની ચુંટણી અંતર્ગત પેટ્રોલિંગમા હાઈવે પર લજાઈ ગામે આવેલી ચોકડી પાસે હતી એ દરમિયાન ધોરીમાર્ગ પરથી પસાર થતી રીક્ષા નં. જી.જે.૧ સી.વાય ૫૮૬૯ પોલીસને શંકાસ્પદ લાગતાં તેને થોભાવી હતી. અને રીક્ષાની તલાશી લેતા રીક્ષામાથી ૪૫૦ લીટર જેટલા દેશી દારૂ ભરેલા કોથળા મળી આવ્યા હતા.

પોલીસે દેશી દારૂ રૂપિયા ૯૦૦૦/- ઉપરાંત રીક્ષા કિંમત રૂપિયા ૨૫ હજાર સહિત ચાલક રાજકોટના ચુનારાવાડમા રહેતા રવિ સંજયભાઈ સોલંકીને હિરાસતમા લઈ પોલીસ થાણે લઈ આવીને પુછતાછ કરતા દારૂની હેરાફેરી કરતા શખ્સે પોતાને રાજકોટના સુમીત ઓડ નામના શખ્સનો દેશીદારૂનો જથ્થો મોરબીના રોહિત બાવાજીને પહોંચાડવા જતો હોવાની કબુલાત આપી હતી. જેથી પોલીસે ત્રણેય શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી અન્ય બે શખ્સને દબોચવા કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...