કાયમી ઠેકાણુ જ નથી:સરનામા શોધી સંદેશા પહોંચાડતા ટપાલ તંત્રનું ટંકારામાં કાયમી સરનામું જ નથી!

ટંકારાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તાલુકાની તમામ શાખાઓ ભાડાના મકાનમાં, સર્વરમાં થતા ડખાથી લોકો ત્રસ્ત

એક સમયે સંદેશાની આપ-લે માટે ટપાલ તંત્ર મહત્વનુ માધ્યમ હતુ. વર્તમાન હાઈટેક યુગમા આંગળીના ટેરવે એકબીજાને રૂબરૂ મળી શકાય છે. તેમ છતાં સરકારના પત્રો, અગત્યની સરકારી નોટિસ, કોર્ટ કામકાજના પત્ર સહિતના વ્યવહારો માત્ર પોસ્ટલતંત્ર થકી જ થાય છે. જેથી ટપાલનો યુગ હજુ આથમ્યો નથી. પોસ્ટલતંત્રની ટંકારા સહિત તાલુકામા સોળ જેટલી શાખા આવેલી છે. પરંતુ એક પણ કચેરીને પોતાનુ કાયમી ઠેકાણુ નથી.

ટંકારા તાલુકાની એક પણ બ્રાંચનુ ઘરનુ મકાન નથી. કાયમી અન્યોના ઠેકાણા શોધીને અગત્યના દસ્તાવેજો અને પત્રો પહોંચાડવાની સેવા આપતા તંત્રને પોતાનુ કાયમી ઠેકાણુ નથી. જેમા, તાલુકા કક્ષાએ ટંકારા શહેરમા તાલુકા લેવલની પોસ્ટલ તંત્રની કચેરી વર્ષોથી આર્યસમાજ સંસ્થાના ભાડાના મકાનમા ધમધમે છે. જ્યારે તાલુકાના વિરવાવ, મિતાણા, હરબટીયાળી, હિરાપર, ખીજડીયા, જબલપુર સહિતના ૧૬ જેટલા ગામડામા ક્યાંય ઘરનુ મકાન નથી. સરકાર હસ્તકના મહત્વના વિભાગને કાયમી સરનામુ મળે એવી માંગણી ઉઠવા પામી છે.જેથી નેટ કનેક્ટિવિટી અને સર્વર સર્વિસમા કાયમી લકવા જેવી સ્થિતિ સુધરે અને ગ્રાહકોને ઝડપી અને પુરતી સેવા મળે.

પુરતી અને ઝડપી સેવાની ઉણપથી એક સમયે લોકોના મહત્વના ડોક્યુમેન્ટ પહોંચાડવા‌ માટે વિશ્ર્વાસનુ કેન્દ્ર ગણાતુ તંત્ર લોક વ્યવહાર અને વ્યવસ્થામા દિવસે દિવસે ઉણુ ઉતરતા અને ગ્રાહકો પ્રત્યે ઉપેક્ષાથી ગામડાના લોકો પણ ખાનગી કુરિયર સર્વિસ તરફ ઢળવા લાગ્યા છે. જે લાંબા ગાળે ઘરે ઘરે આવતા ટપાલી કર્મચારીઓની પોસ્ટ માટે હાનીકારક સાબિત થવા સાથે કેન્દ્ર સરકારનુ મહત્વ નું દફતર ગણાતા પોસ્ટલ તંત્રને નુકસાન કર્તા સાબિત થવાની શક્યતા ઉભી થાય તો નવાઈ નહીં. આ સ્થિતી નિવારવી રહી.

અન્ય સમાચારો પણ છે...