માનવધર્મ:વાંકાનેરની સગર્ભા મહિલાને 108ની વાનમાં જ જોડિયા બાળકો અવતર્યાં

ટંકારાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્રસૂતાની હાલત જોઈ 108ની ટીમે નોર્મલ ડિલિવરી કરાવી ઉમદા માનવધર્મ બજાવ્યો

108 ઈમરજન્સી સેવાને પ્રસુતિ સબબનો કોલ મળતા વાંકાનેરની ઈમરજન્સી 108 મેડીકલ ટીમ સાથે વાંકાનેર તાલુકાના નાનકડા ગામડે પહોંચી હતી. પરંતુ પ્રસુતાની પ્રસવ પિડા અને હાલત જોઈ મેડીકલ ટીમે વાનમા જ નોર્મલ પ્રસુતિ કરાવી હતી અને પ્રસુતાએ જોડીયા બાળકોને જન્મ આપ્યો હતો. માતા અને બાળકોને બાદમાં સિવિલ પહોંચાડ્યા હતા.

વાંકાનેરના વિઠલપર ગામે 108ના ઈએમટી અને પાયલટ પહોંચી ગયા હતા અને પ્રસુતાને નજીકની હોસ્પિટલ સારવાર અર્થે નિકળ્યા હતા. પરંતુ પ્રસુતાની પ્રસવ પિડાથી કણસતી હાલત જોતા ઈએમટી દિનેશ ગઢાદરા અને પાયલટ છેલુ સંઘાણીએ નોર્મલ પ્રસુતિ કરાવી હતી. સંગીતાબેને જોડીયા બાળકોને જન્મ આપ્યો હતો. જેમા એક પુત્ર અને એક પુત્રી જન્મ્યા હતા. ત્રણેયની હાલત તંદુરસ્ત જણાતા નજીકની હોસ્પિટલમા સારવાર અપાવી ફરી ઘરે પહોંચાડ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...