ધરપકડ:ટંકારા હાઈવે પર દેશી બંદૂક સાથે રાજકોટનો શખ્સ ઝબ્બે

ટંકારા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લોકલ ક્રાઈમ બ્રાન્ચની બાતમીના આધારે કાર્યવાહી, પિસ્તોલ કબજે

મોરબી જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચે ચોક્કસ બાતમી આધારે ટંકારા લતીપર ચોકડી પાસેથી દેશી બનાવટની પિસ્તોલ નંગ-1 કિ.રૂ. 10,000 સાથે રાજકોટના શખ્સને દબોચી લીધો હતો. મોરબી જિલ્લાના પોલીસ સબ ઈન્સપેકટર એન.બી.ડાભીને ખાનગીમાં સચોટ બાતમી મળી હતી કે, ટંકારા ખાતે હાઈવે પર આવેલી લતીપર ચોકડી પાસે ચાની લારીએ એક શખ્સ પેન્ટના નેફામા પિસ્તોલ ભરાવી ઉભો છે. જે હથિયાર ગેરકાયદેસર હોવાનંુ જણાય છે. પોલીસે શંકાસ્પદ શખ્સ રતાભાઈ ખોડાભાઈ રાતડીયા (રહે. ૧૫૦ ફુટ રીંગ રોડ, રામદેવ ચોકડી, રાજકોટ)ની તલાશી લેતા તેના કબજામાંથી દેશી બનાવટની પિસ્તોલ મળી આવતા તેની ધરપકડ કરી હતી. વધુમા જાણવા મળ્યા પ્રમાણે ગેર કાયદેસર હથિયાર સાથે પકડાયેલા શખ્સ મૂળ ગામ સામપર (માધાપર) તા.જોડીયા જી.જામનગર વાળો હોવાનુ જાણવા મળ્યુ હતુ.

શનાળા નજીક પિસ્ટલ સાથે શખ્સ ઝડપાયો
મોરબીના શનાળા ગામ નજીકથી પોલીસે એક શખ્સને ગેરકાયદે પીસ્ટલ રાખવા બદલ ઝડપી લીધો હતો તેની પાસેથી દેશી બનાવટની પીસ્ટલ કબજે કરી હતી. બનાવ અંગે એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. મોરબીના શનાળા ગામ નજીક રાજકોટ હાઇવે પર એક શખ્સ દેશી બનાવટની હથિયાર સાથે ફરતા હોવાની બાતમીના અધારે એ ડિવિઝન પોલીસે વોચ ગોઠવી હતી. અને શનાળા ગામના શક્તિસિંહ જયદીપસિંહ જાડેજાને ઝડપી લીધો હતો અને તેની તલાશી લેતા તેની પાસેથી દેશી બનાવટની પીસ્ટલ અને બે કારતુસ કબજે કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...