પ્રાણવાયુની ખેવના:ટંકારામાં 501 વૃક્ષના વાવેતરથી માંડી જતનનું અભિયાન

ટંકારાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • આર્યમ વિદ્યાલયના ઉપક્રમે અપાશે તમામ વૃક્ષોને પાંજરાનું કવચ, ઉછેર કરવા લેવાયો યજ્ઞમાં સંકલ્પ

કોરોનાએ આકરા તેવર બતાવી માણસોને કુદરતી ઓક્સિજનની કિંમત બરાબરની સમજાવી દીધી છે. જીવલેણ મહામારીમા કૃત્રિમ ઓક્સિજન પુરો પાડવામા સરકારને પણ ફીણ આવી ગયા હતા. લોકો તરફડીને મોતને ભેટયા હતા. ફરી એ સમય ન જોવો ન પડે એ સેવા,ભાવના અને ઉદેશથી ટંકારાની આર્યમ વિધાલય અને સીટી આર્ટ ગૃપના સંયુક્ત ઉપક્રમે કુદરતી શુધ્ધ ઓક્સિજન લોકોને મળતો રહે એ માટે‌ 501 વૃક્ષારોપણ કરી તેનુ જતન અને ઉછેર કરવાની નેમ સાથે વૈદિક યજ્ઞ થકી આરંભ કરાયો હતો.

સમગ્ર તાલુકાને હરિયાળો બનાવવા આગામી બે માસ સુધી નિરંતર વૃક્ષારોપણ કરવાના સંકલ્પ સાથે ટંંકારાના આર્યમ્ વિદ્યાલયના માવજીભાઈ દલસાણીયા મેહુલ કોરીંગા, સીટી આર્ટ ગ્રુપના જીતુભાઈ ગોધાણી, આર્યસમાજના મંત્રી દેવજીભાઈ પડસુંબિયા, પ્રા.શિક્ષક રમણીકભાઈ વડાવીયા સહિતનાઓએ કોરોના મહામારીમાં ઓક્સિજન ઉણપથી લોકોની થયેલી વલેથી પિડીત થઈ ફરી એવા દિવસો તાલુકામા ન આવે તેવા શુભ આશયથી પંથકમા ૫૦૧ વૃક્ષો રોપવાનો નિર્ણય કરી જ્યાં વૃક્ષારોપણ કરાય એ તમામ વૃક્ષોને ઉછેર માટે પિંજરાથી સુરક્ષિત કરી નિયમિત જતન કરી ઉછેરવાની નેમ સાથે ટંકારાના હાઈવે પર કષ્ટભંજન હનુમાનજી મંદિર સામે ખુલ્લી પડેલી સરકારી સ.નં.૧ ની જમીન માં સૌ પ્રથમ વૈદિક યજ્ઞ કરી વૃક્ષારોપણ કાર્યક્રમનો આરંભ કર્યો હતો.

આ તકે દરજી સમાજના પ્રમુખ વિનોદભાઈ પરમારના હસ્તે સૌપ્રથમ વૃક્ષારોપણ કરાયુ હતું. આયોજકોએ તાલુકાને હરીયાળો બનાવવાનુ પ્રથમ ચરણ હોવાનુ કહ્યુ હતુ. તમામ વૃક્ષોને પુરતી કાળજી સાથે ઉછેરવામાં આવવાની જાહેરાત કરવામાં આવી હતી.

પ્રથમ વૈદિક યજ્ઞ કરી વૃક્ષારોપણ કાર્યક્રમનો આરંભ કર્યો
તમામ વૃક્ષોને ઉછેર માટે પિંજરાથી સુરક્ષિત કરી નિયમિત જતન કરી ઉછેરવાની નેમ સાથે ટંકારાના હાઈવે પર કષ્ટભંજન હનુમાનજી મંદિર સામે ખુલ્લી પડેલી સરકારી જમીન માં સૌ પ્રથમ વૈદિક યજ્ઞ કરી વૃક્ષારોપણ કાર્યક્રમનો આરંભ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...