મોદક સ્પર્ધા:70 વર્ષના ભાભા ત્રણ મિનિટમાં 6 લાડવા ખાઇ સ્પર્ધામાં વિજેતા

ટંકારા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હરબટિયાળીમાં ગણેશોત્સવમાં યોજાઇ હતી મોદક સ્પર્ધા

ટંંકારાના હરબટીયાળી ગામે રોયલ પાર્ક કા રાજાના મસમોટા પંડાલ મા દુંદાળાદેવને બિરાજમાન કરી ગણપતિ મહોત્સવ ઉજવાયો હતો. આ પ્રસંગે આયોજકોએ ગામડાના સિનિયર નાગરીકો માટે મોદક સ્પર્ધાનુ આયોજન કરતા ૭૦ વર્ષ ના ભાભાએ સૌથી વધુ લાડુ ખાઈ ઉપસ્થિતોને દંગ કરી દીધા હતા.ટંકારા તાલુકાના હરબટીયાળી ગામે ગણપતિ મહોત્સવ યોજાયો હતો. છેલ્લા દિવસે ગીતાબેન સાંચલાની મદદથી આયોજક જયસુખલાલ સંઘાણી અને સ્વયંસેવકોએ વડીલો માટે મોદક સ્પર્ધાનું આયોજન કર્યું હતુ.

​​​​​​​લોકોના આશ્ચર્ય વચ્ચે ૭૦ વર્ષના લક્ષ્મણભાઈ ત્રિકુભાઈ નમેરા એ ત્રણ મિનિટમાં 6 મોદક ખાઇ િજેતા બન્યા હતા.જયારે બીજા નંબરે રતિલાલ દેવશીભાઈ સંઘાણી સાડા પાંચ અને ત્રીજા નંબરે નાનજીભાઈ ભીમજીભાઈ સંઘાણી તથા ભીખાભાઈ ઠાકરશીભાઈ પાંચ મોદક ખાઇને વિજેતા બનતાં વિજેતાઓનુ સરપંચ દેવરાજભાઈ સંઘાણી, અશોકભાઈ સંઘાણી, કેશુભાઈ નમેરા, જમતભાઈ સંઘાણી, ગોવિંદભાઈ ચંડાટ દ્વારા સન્માન કરાયું હતું. આયોજકોએ યુવા પેઢીને ફાસ્ટફુડથી દુર રહેવા સમજાવવાનો પ્રયાસ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...