તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મહત્વની જગ્યાઓ ખાલી:ટંકારા સિવિલ હોસ્પિટલમાં એમડી ડોક્ટર સહિત 25 ટકા સ્ટાફની ઘટ

ટંકારા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તાજેતરમાં સાંસદે ફાળવેલી એમ્બ્યુલન્સ ડ્રાઇવરના વાંકે ધૂળ ખાય છે

એક લાખથી વધુ વસતી ધરાવતા ટંકારા તાલુકાના એક માત્ર સામુહિક આરોગ્ય કેન્દ્રમા મુખ્ય અધિક્ષક (એમડી) સહિત વર્ષોથી અનેક મહત્વની ખાલી જગ્યાઓ ખાલી પડી છે. કોરોનાના બીજો તબક્કામાં સારવારની સુવિધાનો અભાવ અને અપુરતા સ્ટાફને કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. ટંકારા તાલુકા મથકે આવેલી સિવીલ હોસ્પિટલમા મંજુર થયેલી મહેકમમા છેલ્લા 14 વર્ષથી મુખ્ય અધિક્ષક કક્ષાની મહત્વની એમડી ડોક્ટરની જગ્યા ખાલી પડી છે. જેના કારણે કોરોનાના બીજા કપરા દોરમા તાલુકાના લગભગ 500થી વધુ લોકો સારવારની દોડાદોડીમા મોતને ભેટયા હતા.હજુ ત્રીજી લહેરના ભયના માથે ઝળુંબી રહ્યા છે. હાલ અહિયા સિવિલ હોસ્પિટલમા સારવાર લેવા આવતા દર્દીઓને સામાન્ય સારવાર સિવાય ઈમરજન્સી રીફર કરવાનુ જ કામ કરવામા આવતુ હોવાનુ ચિત્ર સ્પષ્ટ થયુ છે.

MD ડોક્ટર, એક્સ રે ટેક્નિશિયન સહિત અનેક જગ્યા વર્ષોથી ખાલી
ટંકારા સિવિલમા મૂળ મંજુર થયેલી મહેકમમા એમડી ડોક્ટર જગ્યા-1, એમબીબીએસ તબીબ-3, દાંતના ડોક્ટર-1, ફિજીયોથેરાપિસ્ટ-1, હેડ કલાર્ક-1, જુનીયર ફાર્માસિસ્ટ-1, એકસ રે ટેકનિસીયન-1, એક્સ રે આસીસ્ટન્ટ-1, લેબ ટેકનિસીયન-1, સ્ટાફ નર્સ-7, ઓફથેલમિક આસીસ્ટન્ટ-1, ડ્રાયવર-1, ડ્રેસર-1, પટાવાળા-1, આયા-1, વોડૅબોય-2, સ્વિપર-1, પાર્ટ ટાઈમ ચોકીદાર-2, પાર્ટ ટાઈમ સ્વિપર-2 મળી કુલ 30 આરોગ્ય કર્મચારીઓનુ મહેકમ હોય જેમા, હાલ વર્ષ 2006થી એમડી ડોક્ટર, વર્ષ 2012થી હેડ કલાર્ક, વર્ષ 2017થી એક્સ રે આસિસ્ટન્ટ, વર્ષ 2019થી સ્ટાફ નર્સ-2 જગ્યા, વર્ષ મે-2020થી ડ્રાયવર અને નવેમ્બર-2020થી એક્સ રે ટેકનિશ્યન સહિત સાત જગ્યાઓ ખાલી પડેલી છે. જેની સામે હેડ કલાર્ક, એક્સ રે આસિસ્ટન્ટ અને સ્ટાફ નર્સની જગ્યા આઉટસોર્સથી ભરી ગાડુ ગબડાવાઈ રહ્યુ છે.

અન્ય સમાચારો પણ છે...