ટંકરાના ઉમિયાનગરના યુવાને ટંકારા પોલીસમા વ્યાજખોરોની ચુંગાલમાં ફસાયાની વિધીવત રાવ કરી પોતે મોરબીના ફડસર ગામના બે વ્યાજખોરો પાસેથી 7.30 લાખ વ્યાજે લીધા હતા.અને બદલામા 12 લાખ વસુલવા પોતાની ખેતીની આઠ વિઘા જમીન પચાવી પાડવા પતાવી દેવા ધમકી અપાઈ હોવાની ફરિયાદ નોંધાવી છે.
ટંકારા તાલુકાના ઉમિયાનગર ગામે રહેતા અને અનાજ દળવાની ઘંટી ચલાવતા કાન્તીલાલ દેવશીભાઈ તાલપરાએ ટંકારા પોલીસમા પોતે વ્યાજંકવાદનો ભોગ બન્યાની ફરીયાદ નોંધાવી હતી. જેમા, ફરીયાદી કાતિલાલે મોરબીના ફડસર ગામના મહેશભાઈ બોરીચા અને વિરમભાઈ નાગદાનભાઈ સોઢીયા પાસેથી જરૂરીયાત હોવાથી અગાઉ ૭.૩૦ લાખ રૂપિયા વ્યાજે લીધા હતા.
અને બદલામા 4.50 લાખ રૂપિયા ચુકવી આપ્યા હતા. પરંતુ વ્યાજખોરી કરતા બંને વ્યાજની પઠાણી ઉઘરાણી ચાલુ રાખી ૧૨ લાખ વસુલવા માટે ફરિયાદી પાસે પોતાની ઉમિયાનગર ગામે આવેલી સાડા આઠ વીઘા જમીન પચાવી પાડવા જમીનના કાગળો કરાવી લીધા હતા. બીજી તરફ છેલ્લા આઠેક માસથી આર્થિક પરિસ્થિતી નબળી હોવાના કારણે વ્યાજ ચુકવી ન શકતા બન્ને વ્યાજખોરોએ ભોગ બનેલા ફરીયાદીની ખેતીની જમીન પોતાના નામે ટ્રાન્સફર કરવા રેવન્યુ તંત્ર સમક્ષ અરજી કરેલ હતી.
નિયમ મુજબ મિલ્કત ટ્રાન્સફર દરમિયાન વેચનારને સંજેલી નોટીસમા પોતે સહી ન કરતા વ્યાજખોરોએ ટંકારામા રસ્તામા આંતરી મુદલ અને વ્યાજ ના રૂપિયા 12 લાખ એક જ દિવસમા ચુકવી આપવા મુદત આપી અન્યથા જમીન નામે કરી આપવા ધમકી આપી હતી. અને જમીન અથવા રકમ ચુકવાશે નહીં તો પતાવી દેવાની ચિમકી દેતા યુવકે બન્ને વ્યાજખોરો વિરૂધ્ધ વિધિવત ફરીયાદ નોંધાવતા પોલીસે ધરપકડ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.