ધરપકડ:મોરબીમાં સગીરા પર દુષ્કર્મ ગુજારનાર એક આરોપી ઝબ્બે

મોરબી10 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • સાવકા પિતાને ઝડપી લેવા પોલીસની તજવીજ

મોરબીની સિરામીક ફેક્ટરીના લેબર ક્વાર્ટર્સમાં હળાહળ કળિયુગના દર્શન કરાવતી અને સોમવારે બનેલી ધિક્કારજનક ઘટનામાં છેલ્લા બે મહિનાથી મહિલા સાથે રહેતા નરાધમ સાવકા બાપ અને દીકરાએ મહિલાની આગલા ઘરની સગીર માનસિક અસ્વસ્થ દીકરીને હવસનો શિકાર બનાવી દુષ્કર્મ ગુજાર્યાની ફરિયાદ નોંધાયા બાદ પોલીસે આરોપી દીકરાને ઝડપી લઈ ફરાર રહેલા તેના પિતાને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

આ બનાવની મળતી માહિતી અનુસાર મોરબી તાલુકા વિસ્તારમાં આવેલ સિરામિક ફેકટરીના લેબર ક્વાર્ટર્સમાં રહેતી એક પુત્રીની માતા એવી મહિલાએ બે મહિના પહેલા પોતાની સાથે જ કામ કરતા સુરેન્દ્રનગર જિલ્લાના રહેવાસી કમલેશ કરશન વાઘેલા સાથે આંખો મળી જતાં તેઓ બન્ને પતિ-પત્નીની જેમ રહેતા હતા, સાથે કમલેશનો પુત્ર સુનિલ પણ પરિવારની જેમ રહેતો હતો.

દરમિયાન કમલેશ કરશન વાઘેલા અને તેના પુત્ર સુનિલ કમલેશ વાઘેલાએ મહિલાની સગીર વયની પુત્રી ઉપર નજર બગાડી વારંવાર દુષ્કર્મ આચરતાં આ બનાવની ફરિયાદ નોંધાઈ હતી. આ કેસમાં પોલીસે આજે આરોપી સુનિલ કમલેશ વાઘેલાને ઝડપી લીધો હતો અને ફરાર સાવકા પિતાને ઝડપી લેવા પોલીસે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...