મોરબીના દલવાડી સર્કલ નજીક રાત્રીના સમયે યુવાનને છરીના ઘા ઝીકવામાં આવ્યા હતા. બાદમાં ઈજાગ્રસ્ત યુવાનને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જે મામલે મોરબી એ ડિવિઝન પોલીસે બે શખ્સો સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
બનાવની મળતી વિગત મુજબ મોરબીના દલવાડી સર્કલ નજીક રાત્રીના યુવાનને કોઈ કારણોસર છરીના ઘા ઝીંકવામાં આવ્યા હતા. જેથી જાણ થતા જ ઈજાગ્રસ્ત યુવાનને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. તો ઘટનાની જાણ થતા જ મોરબી એ ડિવિઝન પોલીસની ટીમ સ્થળ પર દોડી જઈને વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી અને વધુ તપાસ ચલાવી છે.
આ મામલે મોરબીના તુલસી પાર્કમાં રહેતા રમેશભાઈ ઉર્ફે લાલો આણંદભાઈ જીલરીયાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. કે તે પોતાના ઘર પાસ રેતી સરખી કરાવતા હતા. તે સમયે આરોપી ઓમાનભાઈ અશરફભાઈ ધારાણી મોટર સાઈકલ લઈને ફૂલ સ્પીડમાં ત્યાંથી પસાર થયા હતા. રમેશભાઈને ગટરના પાણીના છાટા ઉડતા તેઓએ આરોપી ઓમાનભાઈ ધારાણીને ઠપકો આપતા સામાન્ય બોલાચાલી થઈ હતી. જેનો રોષ રાખી જેમાં રાત્રીના સમયે ફરિયાદી રમેશભાઈ પોતાનું બુલેટ લઈને પોતાના ઘરેથી મોરબી શહેરમાં જતા હતા.
દરમિયાન આરોપી ઓમાનભાઈ અશરફભાઈ ધારાણી અને સલમાનભાઈ ઉમેદભાઈ ધારાણી રહે બંને મોરબી ફિદાઈબાગ વોરા સોસાયટી વાળા સ્કુટર પર પાછળથી આવી ફરિયાદી રમેશભાઈને માથાના પાછળના ભાગે લોખંડના પાઈપનો એક ઘા મારી રમેશભાઈને બુલેટ સાથે રોડ પર પાડી દઈ બંને આરોપીઓએ રમેશભાઈને મારી નાખવાન ઈરાદે છરી વડે શરીરે આડેધડ ઘા મારી ગંભીર ઈજા પહોંચાડી હોવાની ફરિયાદ નોંધાવી છે. તો રમેશભાઈને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. તો મોરબી એ ડિવિઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.