સ્વામી વિવેકાનંદ જન્મજયંતીની ઉજવણી:મોરબીમાં યુવાનોએ સ્વામી વિવેકાનંદની પ્રતીમાને ફૂલહાર કરી યુવા દિવસની ઉજવણી કરી; યંગ ઇન્ડિયા રન મેરેથોન દોડ યોજાઈ

મોરબી24 દિવસ પહેલા
  • કૉપી લિંક

આજે 12 જાન્યુઆરીના રોજ સ્વામી વિવેકાનંદની જન્મજયંતી નિમિત્તે યુવા દિવસની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે સંસ્થાના અગ્રણીઓએ સ્વામી વિવેકાનંદની પ્રતિમાને ફૂલહાર કરીને યુવા દિવસની ઉજવણી કરી હતી. 12 જાન્યુ, 1863 ભારતમાં એક યુગ પુરુષનો જન્મ થયો હતો. જે યુગપુરુષ સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતિને ભારતદેશ રાષ્ટ્ર યુવાદિવસ તરીકે મનાવે છે. ત્યારે તેમનું જીવન પણ આજના યુવા માતે અત્યંત પ્રેરણાદાયક છે.

આવા યુગ પુરુષથી પ્રેરિત થઈને મોરબી અને રાજકોટમાં યુવાશક્તિ ફાઉન્ડેશન દ્વારા રક્તદાનનું કાર્ય ચાલી રહ્યુ છે. જે દિવસ-રાત લોકોની બ્લડની ઈમરજન્સી જરૂરિયાત પુરી પાડતું હોય છે. ત્યારે આજે યુવા દિવસ નિમિત્તે યુવા આર્મી ગ્રુપ મોરબીના યુવાનો દ્વારા આજે મોરબીમાં દરબાર ગઢ પાસે આવેલ સ્વામી વિવેકાનંદના સ્ટેચ્યુને સ્વચ્છ કરીને ફુલહાર કરી યુવા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

તો આજે સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતી નિમિત્તે મોરબી શહેર યુવા ભાજપ દ્વારા યંગ ઇન્ડિયા રન મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતુ. સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતી નિમિતે રાષ્ટ્રીય યુવા દિવસ અંતર્ગત મોરબી શહેર ભાજપ અધ્યક્ષ લાખાભાઈ જારીયાના માર્ગદર્શન હેઠળ યુવા ભાજપ દ્વારા યંગ ઇન્ડિયા રન મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં વિવિધ સ્કૂલ કોલેજના યુવાનો અને શહેર યુવા ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. દોડ બાદ સ્વામી વિવેકાનંદની પ્રતિમાને હારતોરા કરવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...