તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મોરબીમાં ગુરુવારે મોડી રાત્રે રાજકોટથી આવેલા દવાના પાર્સલ બાબતે થયેલ માથાકૂટ બાબતે જૂના બસ સ્ટેન્ડ પાસે એક ઇકો કાર ચાલકે મોરબીમાં વીએચપીના અગ્રણીના પુત્ર પર છરીથી સરાજાહેર હુમલો કરતા વિસ્તારમાં ભયનો માહોલ છવાયો હતો. બનાવ અંગે એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના લખધીરવાસમાં રહેતા વિશ્વ હિન્દૂ પરિષદના પ્રાંત અધિકારી રામનારાયણ દવેના પુત્ર કપિલની રાજકોટ રહેતી બહેને ઇકો કાર નંબર GJ 36 B 3627માં તેમની માતા માટે દવાનું પાર્સલ મોકલ્યું હતું. જેનો 50 રૂપિયા ચાર્જ તેમના બહેને રાજકોટમાં જ ઇકો ચાલકને ચૂકવી આપ્યો હતો. કારચાલકે સાંજે 7 વાગ્યે મોરબીથી પાર્સલ કલેક્ટ કરવાનું કહેતા કપિલભાઈ 7 વાગ્યે પાર્સલ લેવા પહોંચ્યા હતા. જો કે ઇકો કારચાલક સાંજે 6:30 કલાકે પેસેન્જરનો બીજો ફેરો કરવા રાજકોટ નીકળી ગયો હોય રાત્રે 10 વાગ્યે જૂના બસ સ્ટેન્ડ પાસેથી આવીને પાર્સલ લઈ જવાનું જણાવ્યું હતું. રાત્રે 10 વાગ્યે કપિલભાઈ તેની પત્નિ સાથે જૂના બસ સ્ટેન્ડે દવાનું પાર્સલ લેવા પહોંચતા જ કાર ચાલકે કપિલભાઈ સાથે ઝઘડો કરી, તમે બપોરથી હેરાન કરો છો એમ કહી, ઉશ્કેરાઈને મારામારી કરી માથામાં છરીનો ઘા ઝીંકી દીધો હતો.
બનાવને લઈને કપિલભાઈના પત્નિએ દેકારો કરતા લોકો એકઠા થઇ ગયા હતા. છરીથી હુમલો કરી ઇકો ચાલક અને તેની સાથે રહેલો શખ્સ નાસી ગયા હતા. કપિલભાઇને સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. બનાવની મોરબી એ.ડીવી. પોલીસમાં ફરિયાદ નોંધાવતા પી.એસ.આઈ. એસ.એમ. રાણાએ નાસી છૂટેલા બન્ને આરોપીઓને ઝડપી લેવાની કવાયત હાથ ધરી છે.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.