દુર્ઘટના:મોરબીના ઊંચી માંડલ પાસે ટેન્કર ઠોકરે યુવકનું મોત

મોરબીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ટેન્કરના ચાલકની બેદરકારીએ ભોગ લીધો
  • ફરાર ટેન્કરચાલકની​​​​​​​ સામે ગુનો નોંધાયો

મોરબી તાલુકાના ઉંચી માંડલથી તળાવીયા શનાળા જતા રોડ ઉપર ઝારકો સિરામીકના કારખાનાના ગેટની સામે પગપાળા જઈ રહેલા યુવાનને પાણીના ટેન્કરે પાછળથી હડફેટે લેતા યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માત સર્જી ટેન્કરનો ચાલક નાસી જતા તેની સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે, તેમજ ચાલકને ઝડપી લેવા પોલીસે તજવીજ હાથ ધરી છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી તાલુકાના ઉંચી માંડલથી તળાવીયા શનાળા જતા રોડ ઉપર ઝારકો સિરામિકના કારખાનાના ગેટની સામે પગપાળા જઈ રહેલા પ્રદીપકુમાર નામના યુવાનને ટેન્કર રજી નંબર- GJ-12-Y-6678ના ચાલક દેષમામદભાઈ ઉર્ફે હકો એહમદભાઈ કાજડીયા મિયાણા, રહે. કાજરડા તા. માળીયા વાળાએ પાછળથી હડફેટે લેતા ગંભીર ઇજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ બાદ પોલીસે ઘટના સ્થળે દોડી જઇને મૃતદેહને સિવિલમાં ખસેડવા અને ટેન્કર ચાલક સામે ગુનો નોંધીને તેને ઝડપી લેવા સહિતની કાર્યવાહી આરંભી હતી.

અન્ય સમાચારો પણ છે...