તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઈમ:ગુંગણમાં પાણી ઢોળવા મુદ્દે મારામારી, યુવાન ઘાયલ, પાડોશીએ ધમકી આપ્યાની ફરિયાદ

મોરબી5 મહિનો પહેલા
 • કૉપી લિંક

મોરબીના ગુંગણ ગામે ઘરની બહાર પાણી ઢોળવા બાબતે યુવાનને બે પાડોશી શખ્સોએ માર માર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે.આ બનાવ અંગે યુવાને બે પાડોશી શખ્સો સામે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી છે, પોલીસે ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી તાલુકાના ગુંગણ ગામે રહેતા અને મજૂરી કામ કરતા સુરેશભાઇ શિવાભાઇ ઝીંઝવાડીયા (ઉ.વ.૨૮) એ તેમના પાડોશમાં રહેતા વિક્રમ જેશીંગભાઇ સુરેલા કોળી, મહેશભાઇ જેશીંગભાઇ સુરેલા સામે ફરિયાદ નોંધાવી હતી કે , ગઈકાલે તા.૪ ના રોજ સવારના સાડા આઠેક વાગ્યે ફરીયાદીને ઘરની બહાર પાણી ઢોળવા બાબતે ફરીયાદી સાથે આરોપીઓએ ઝઘડો કરી બેફામ ગાળો આપી લાકડી વડે તથા ઢીકાપાટુનો ફરીને માર મારીને મારી નાખવાની ધમકી આપીને ફરીને હાથમા, વાંસામા તથા માથામા મુંઢ ઇજા પહોચાડી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો