પ્રેમીજોડાએ આપઘાત કર્યો:મોરબીમાં એકસાથે ઝેરી દવા પી લેતા પહેલા યુવકનું મોત બાદમાં સારવાર દરમિયાન યુવતીનું મોત નીપજ્યું, આત્મહત્યાનું કારણ અકબંધ

મોરબી17 દિવસ પહેલા
  • કૉપી લિંક

પ્રેમી પંખીડાઓ એક સાથે દવા પી અથવા નદીમાં કૂદીને જીવ આપી દેતા હોય તેવા અનેક કિસ્સાઓ બનતા રહે છે. આવો જ કિસ્સો મોરબીના અમરનગર ગામે પ્રકાશમાં આવ્યો છે. જ્યાં ફેકટરીમાં કામ કરતા પ્રેમી પંખીડાએ ઝેરી દવા પી લેતા પહેલા યુવકનું અને બાદમાં સારવાર દરમિયાન યુવતીનું મોત થયું હતું.

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ અમરનગર ગામ નજીક આવેલ કોઝી સિરામિકના લેબર ક્વાર્ટરમાં રહેતા વિનોદ બથવાર (ઉં.વ.19) અને પિન્કીબેન ભુરીયા (ઉં.વ.18)એ ઝેરી દવા પી લીધી હતી. તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં ફરજ પરના ડૉકટરે વિનોદને મૃત જાહેર કર્યો હતો. પિન્કીની સારવાર ચાલતી હતી પરંતુ સારવાર દરમિયાન જ તેનું મોત થયું હતું. બનાવને પગલે મોરબી તાલુકા પોલીસને થઈ હતી. પ્રાપ્ત વિગતો મુજબ યુવક અને યુવતી વચ્ચે પ્રેમસંબંધ હતો. બંનેએ સાથે ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું હતું. જોકે આપઘાતનું કારણ સ્પષ્ટ થયું નથી. મોરબી તાલુકા પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...