મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વમાં હાલ રાજ્યમાં વિકાસ લક્ષી કામગીરી કરવામાં આવી રહી હોવાના જિલ્લા વહીવટી તંત્ર દ્વારા દાવા કરવામાં આવી રહ્યા છે. ત્યારે મોરબી જિલ્લાની અલગ અલગ નગરપાલિકા વિસ્તારમાં જન સુખાકારી દિવસનું આયોજન મોરબીના ટાઉનહોલ ખાતે સાંસદ મોહનભાઇ કુંડારિયાના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં મોરબી પાલિકા વિસ્તારમાં રૂ.158 કરોડના ખર્ચમાં પૂર્ણ પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓને હુકમ અને ચાવી એનાયત તેમજ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું લોકાર્પણ સાથે સાથે આગામી દિવસોમાં રૂ.4.27 કરોડના ખર્ચ બનનારી કેનાલ રોડ ઉપર ફૂટપાથ, સાઇકલ ટ્રેક અને બસ શેલ્ટરનું પણ ખાતમુહુર્ત કરવામાઆવ્યું હતુ.
આ ઉપરાંત જિલ્લાની ચાર નગરપાલિકાને માળખાગત સુવિધાઓ માટે મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ દ્વારા રૂ.5 કરોડ ફાળવાયા છે. કાર્યક્રમના પ્રારંભે મોરબી ચીફ ઓફીસર ગીરીશ સરૈયાએ સ્વાગત પ્રવચન કર્યું હતું તેમજ મોરબી નગરપાલિકાના ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજાએ પ્રાસંગીક પ્રવચન આપ્યું હતું. અને અંતે હળવદ ચીફ ઓફીસર સંદિપસિંહ ઝાલાએ આભારવિધિ કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.