તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નવતર પ્રયોગ:મોરબી સિવિલના ART સેન્ટરમાં કર્મીઓનો કાળી પટ્ટી બાંધી વિરોધ

મોરબીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પડતર પ્રશ્ન ન ઉકેલાતા વિરોધ નોંધાવવા કર્યો નવતર પ્રયોગ

મોરબી સિવિલ હોસ્પિટલમાં એઇડ્સ દર્દીની સારવાર માટે ચાલતા એ.આર.ટી. સેન્ટર (એન્ટી રેટ્રોવાયરલ થેરાપી સેન્ટર)માં ફરજ બજાવતા કર્મચારીઓ દ્વારા બ્લેક રીબન તથા બ્લેક કપડાં પહેરીને ગુજરાત સ્ટેટ એડ્સ કંટ્રોલ સોસાયટી દ્વારા કર્મચારીઓના કોન્ટ્રાક્ટ નેશનલ એઇડ્સ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશનની એચ.આર. પોલિસી મુજબના કરવા તથા 2017માં કોર્ટમાં ગયેલા કર્મચારીઓના એપ્રિલ 2021 સુધી નિયમ મુજબ મળતા હતા પણ 2021માં પગાર કપાત કરીને 2017 મુજબ કરતા વિરોધ કર્યો છે.

એ.આર.ટી યુનિયન દ્વારા ગુજરાત સ્ટેટ એડ્સ કંટ્રોલ સોસાયટીના અધિકારીઓ સાથે વાટાઘાટો કરી હતી, પણ તેમના દ્વારા આજ સુધી કર્મચારીના હિતને ધ્યાનમાં રાખીને કોઈ પગલાં ન લેતા લડત શરૂ કરાઇ છે.વધુમાં ગુજરાત એ.આર.ટી યુનિયન દ્વારા શાંતિપૂર્ણ રીતે માત્ર પત્રવ્યહવાર તથા ઉચ્ચ અધિકારીઓ સાથે વાતઘાટો દ્વારા જ પોતાના હક્ક માટે લડી રહ્યા છે અને એચ .આઈ .વી પીડિત દર્દીઓની સારવાર અને નિયમિત દવાની જરૂરિયાતને ધ્યાનમાં રાખી એ.આર.ટી. કર્મચારીઓ દ્વારા આજ સુધી કોઈ ધરણા કે સ્ટ્રાઇક કરી નથી.

અને જયાં સુધી 2017માં કોર્ટમાં ગયેલા કર્મચારીઓના પગાર નિયમ મુજબ પૂરો પગાર તથા કર્મીના કોન્ટ્રાક્ટ નેશનલ એડ્સ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશનની એચ.આર પોલિસી મુજબ નહિ કરાઇ ત્યાં સુધી ગુજરાત એ.આર.ટી કર્મચારી યુનીયનની લડત ચાલુ રાખવા જાહેરાત કરી છે.

અન્ય સમાચારો પણ છે...