તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિકાસ:મોરબી જિલ્લામાં રૂ.7 કરોડના ખર્ચે પંચાયતના 66 ભવનના કામ પૂર્ણ

મોરબી6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મોરબી-જેતપર-અણિયારી રોડને ફોર ટ્રેક કરવા મંજૂરી

મોરબી જિલ્લાની ગ્રામ પંચાયતમાં આવતા અરજદારોના કામ સમયસર પૂર્ણ થાય તેમજ ગ્રામજનોને આધુનિક સુવિધા યુક્ત ભોજન મળી રહે તે જુના જર્જરિત ભવનના બદલે નવા ભવન બનવવામાં આવ્યા હતા. મોરબી જિલ્લા પંચાયતના વિવિધ વિભાગો હેઠળ જિલ્લામાં વિકાસકાર્યો માટે સરકાર દ્વારા ગ્રાન્ટની ફાળવણી પણ કરવામાં આવી છે. અને કામગીરી હાલ ચાલુ છે.

ફાળવણી કરાયેલી આ ગ્રાન્ટ હેઠળ તમામ મંજૂર થયેલા કામો હાલ પ્રગતિ હેઠળ છે. જેમાં ૧૫માં નાણાપંચની યોજના હેઠળ ગ્રામ્યક્ક્ષાએ વિકાસના કામો માટે મોરબી જિલ્લાને અત્યાર સુધીમાં કુલ રૂ. 60.73 કરોડની રકમ ગ્રામ્ય, તાલુકા અને જિલ્લા કક્ષા માટે ફાળવવામાં આવ્યા હતા. મોરબી જિલ્લામાં 14 માં નાણાપંચ યોજના અંતર્ગત રૂ. 134.62 કરોડ ના ખર્ચે કુલ 6188 વિકાસ કામો પૂર્ણ કરવામાં આવેલ છે. મોરબી જિલ્લામાં 6.97 કરોડના ખર્ચે કુલ 66 નવી ગ્રામ પંચાયત ઘરના કામો પૂર્ણ કરવામાં આવેલ છે. આ ઉપરાંત માર્ગ અને મકાન (પંચાયત) વિભાગ હસ્તક આ વર્ષે રૂ. 56.85 કરોડ ના કુલ 11 કામો મંજૂર કરવામાં આવ્યા છે.

માર્ગ અને મકાન રાજ્ય વિભાગ હસ્તક આ વર્ષે કુલ પાંચ કામો માટે રૂ. 385.33 કરોડ મંજૂર થયેલ છે, જે પૈકી 2 રોડ કુલ 69.50 કિ.મી. લંબાઇના મોરબી –હળવદ રોડ અને મોરબી – જેતપર – અણીયારી રોડ ફોર ટ્રેક મંજૂર થયેલ છે જેનુ કામ ટુંક સમયમાં શરુ કરવામાં આવશે. આ ઉપરાંત પાણી પુરવઠા વિભાગ મોરબી હસ્તક છેલ્લા 3 વર્ષમાં રૂ.133 78 કરોડના ખર્ચે કુલ 6 કામો જુથ પાણી પુરવઠા સુધારણા યોજના હેઠળના તમામ કામો મંજુર કરવામાં આવ્યા હતા જે કામો હાલ ચાલુ છે.

અન્ય સમાચારો પણ છે...