તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મંજૂરી:મોરબીના 23 ગામમાં 65 લાખના ખર્ચે કામ પૂર્ણ

મોરબી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લા સ્તરની જળ અને સ્વચ્છતા સમિતિની રચના કરાઇ, અગાઉના કામોની રીવાઇઝ મંજૂરી અપાઇ
  • કલેક્ટરના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં જલ જીવન મિશન કાર્યક્રમ અંતર્ગત 60 લાખના ખર્ચની મંજૂરી

રાજ્યમાં ગ્રામ્ય સ્તરે લોક વ્યવસ્થાપિત પેયજળ વ્યવસ્થાપન કાર્યક્રમના અમલીકરણ માટે જલ જીવન મિશન કાર્યક્રમ અંતર્ગત મોરબી જિલ્લાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ યોજના અંતર્ગત કરવાના થતાં કામો માટે જિલ્લા સ્તરની જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની રચના કરવામાં આવેલ છે. બેઠક કલેક્ટર પટેલના અધ્યક્ષસ્થાને યોજી હતી.

આ બેઠકમાં જલ જીવન મિશન કાર્યક્રમ અંતર્ગત પ્રગતિ હેઠળના ગામોની સમીક્ષા કરવામાં આવી હતી. આ ઉપરાંત વર્ષ ૨૦૨૧-૨૨ ગ્રામ્ય વિસ્તાર પાણી વિતરણ યોજનાઓને પણ વહિવટી મંજૂરી આપવામાં આવી હતી. જેમાં મોરબી જિલ્લામાં ૩૯૬ લાખ રૂપિયાના ખર્ચે ચાલી રહેલા કામોની સમીક્ષા કરવામાં આવી હતી.

જ્યારે મોરબીના નીચી માંડલ, માળીયાના વવાણીયા અને વાકાંનેરના ધર્મનગર ખાતેના ૬૦ લાખ રૂપિયાના ખર્ચે તાંત્રીક મંજૂરી મળેલ ગામોને વહિવટી મંજૂરી પણ આપવામાં આવી હતી.અગાઉ મોરબી જિલ્લાના ૨૧ ગામોમાં ૨.૪૩ કરોડ રૂપિયાના ખર્ચે વિવિધ કામોની મળેલ વહિવટી મંજૂરીને ૨.૮૦ કરોડ રૂપિયાની રીવાઇઝ વહિવટી મંજૂરી અંગે પણ આ બેઠકમાં સમીક્ષા કરાઇ હતી. જલ જીવન મિશન કાર્યક્રમ હેઠળ વર્ષ ૨૦૨૧-૨૨માં મોરબી જિલ્લાના ૨૩ ગામોમાં અંદાજે ૬૫ લાખ રૂપિયાના ખર્ચે પૂર્ણ થયેલ કામોની પણ ચર્ચા કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...