તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાકી:પાણી ન મળતા મહિલાઓના પાલિકા કચેરીમાં ધામા, છેવાડાની અનેક સોસાયટીમાં પાણીની સમસ્યા

મોરબી11 દિવસ પહેલા
 • કૉપી લિંક
અમરેલી ગ્રામ પંચાયતમાં આવેલી અમૃત પાર્ક લાયન્સ નગર, જલારામ પાર્ક સહિતની સોસાયટીની મહિલાઓનો પાણી માટે હલ્લાબોલ. - Divya Bhaskar
અમરેલી ગ્રામ પંચાયતમાં આવેલી અમૃત પાર્ક લાયન્સ નગર, જલારામ પાર્ક સહિતની સોસાયટીની મહિલાઓનો પાણી માટે હલ્લાબોલ.

2018ની પેટા ચૂંટણીમાં બહિષ્કાર કરી અલગ ગ્રામ પંચાયત બનેલી અમરેલી ગ્રામ પંચાયત મોરબીમાંથી છુટા પડી અમરેલી છેવાડે આવેલી અમૃતપાર્ક, લાયન્સનગર, જલારામપાર્ક સહિતની ડઝનેક જેટલી સોસાયટીઓમાં પીવાનું પાણી ન મળતું હોવાની ફરિયાદ ઉઠી છે. આ વિસ્તારમાં છેલ્લા બે વર્ષથી પીવાનું તો ઠીક વપરાશ માટેનું પાણી પણ ન મળતા આજે સોસાયટીની મહિલાઓ3 નગરપાલિકામાં હલ્લાબોલ કરી સત્વરે પાણી પ્રશ્ન ઉકેલવા માંગ કરી હતી તો સામે પક્ષે નગરપાલિકાના ચીફઓફિસરે આ વિસ્તારની સોસાયટીઓ નગરપાલિકાની હદમાં આવતી ન હોય પાણીની સુવિધા નગરપાલિકા દ્વારા નહીં કરવામાં આવે તેમ સ્પષ્ટ કર્યું હતું.

જેને પગલે સોસાયટીના રહીશો પાણી પ્રશ્ન ઉકેલવાની માંગ સાથે કલેકટર કચેરીએ દોડી ગયા હતા. બીજી તરફ નગરપાલિકાના ચીફ ઓફિસર ગિરીશ સરૈયાએ સોસાયટીના રહેવાસીઓનો પાણીપ્રશ્ન સાંભળ્યો હતો પરંતુ હાલમાં ઉપરોક્ત તમામ વિસ્તાર પાલિકાની હદમાં આવતા ન હોવાથી પાણીની સુવિધા પાલિકા તરફથી મળી શકે તેમ ન હોવાનું સ્પષ્ટ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે ઉપરોક્ત તમામ વિસ્તારો નગરપાલિકાની હદમાંથી નીકળી ગયા હોવાથી પાલિકા ઈચ્છે તો પણ પાણી આપી શકે તેમ નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો