પાલિકા કચેરીમાં ધામા:મોરબીની 4 સોસાયટીમાં અઢી મહિનાથી પાણી ન મળતા મહિલાઓ વિફરી

મોરબી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પાણી ન મળતા અંતે મહિલાઓ પાલિકા કચેરી રજૂઆત કરવા ધામા નાખ્યા. - Divya Bhaskar
પાણી ન મળતા અંતે મહિલાઓ પાલિકા કચેરી રજૂઆત કરવા ધામા નાખ્યા.
  • છેલ્લા અઢી મહિનાથી પાણી મળતું ન હોય ખાનગી ટેન્કરના સહારે છીએ : મહિલાઓમાં રોષ

મોરબી શહેરના વાવડી રોડ વિસ્તારમાં આવેલ ભક્તિનગર ૧ અને ૨ મારુતિનગર ૧ અને ૨ સંત કબીરનગર ૧ તેમજ વાટીકા એમ 4થી વધુ સોસાયટીની મહિલા આજે મોરબી પાલિકા કચેરીમાં આવી પહોચી હતી અને ચીફ ઓફિસર કચેરી બહાર ધરણા પર બેસી ગઈ હતી અને તેમના વિસ્તારમાં છેલ્લા અઢી મહિનાથી પીવાનું પાણી આવતું ન હોવાનો ચોકાવનારો આક્ષેપ કરવામાં આવ્યો હતો.

મહિલાએ જણાવ્યું હતું કે શરુઆતમાં અનિયમિત પાણી આપ્યા બાદ છેલ્લા અઢી મહિના જેટલા સમય થયો અમારા વિસ્તારમાં સાવ પીવાના પાણી આવવાનું બંધ થઇ ગયું છે આ બાબતે અગાઉ અનેક રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ આવ્યો નથી ઉનાળાના આ કાળઝાળ ગરમીમાં તેઓને પાણી માટે ખાનગી ટેન્કર પર નિર્ભર રહેવું પડી રહ્યું છે. મહિલાઓએ પાલિકા ઉપ પ્રમુખ જયરાજસિંહ જાડેજાને પણ તેમના વિસ્તારમાં પાણી આપવા માંગણી કરી હતી તેમજ આ વિસ્તારમાં ભૂગર્ભ,સ્ટ્રીટલાઈટ અને રોડ રસ્તા સહિતની સુવિધા પણ ન મળતી હોય તેઓએ તેમના વિસ્તારમાં પાણીઅ અને અન્ય સુવિધા આપવા રજુઆત કરવામાં આવી હતી

અન્ય સમાચારો પણ છે...