ફરિયાદ:લખધીરપુરમાં વારસાઈ જમીન પાસે ભેંસ ચરાવવા મુદ્દે મહિલાને ધમકી

મોરબી2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સગા જેઠએ પણ મહિલા વિરુદ્ધ માર માર્યાની વળતી ફરિયાદ કરી

મોરબીના લખધીરપુર ગામમાં વારસાઈ જમીનમાં ભેંસ ચરાવવા મામલે સગા જેઠે મહિલાને લાકડી ફટકારી જાનથી મારી નાખવા ધમકી આપી હતી.

લખધીરપુર ગામમાં રહેતા ભાવનાબેન ગોવિંદભાઇ ખાણધર તેમની વારસાઈ જમીન પાસેના ખરાબામાં ભેંસ ચરાવતા હતા ત્યારે તેમના જેઠ દેવરાજભાઇ મેરાભાઇ ખાણધરને સારું લાગ્યું ન હતું.અને ભાવનાબેનને શરીરે લાકડીથી મુંઢ માર માર્યો હતો અને તેમને ગાળો આપી જો ભેંસો ચારવા આવશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી ભાવનાબેને ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

તો બીજી તરફ દેવરાજભાઈ મેરાભાઈ ખાણધરે પોતાના નાનાભાઈના પત્ની ભાવનાબેન ગોવિંદભાઇ ખાણધર વિરુદ્ધ પોતાની જમીનમાં વાવેલી જુવારમાં ભેંસ આવી જતા બહાર કાઢવાનું કહેતા લાકડી ફટકારી ગળા, વાંસાના ભાગે ઇજા કરી જાનથી મારી નાખવા ધમકી આપતા પોલીસે આરોપી મહિલા ભાવનાબેન વિરુદ્ધ પણ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...