દુર્ઘટના:બોઇલરની ગરમ રાખ પર પડી જતા મહિલાનું મોત

મોરબી2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • મોરબીના વિરપરડા નજીક ફેકટરીમાં બનાવ
  • કાદવથી બચવા શોર્ટકટ લીધો’ને જીવ ગુમાવ્યો

મોરબીના વિરપરડા નજીક એક ફેકટરીમાં મહિલા દાઝી જતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડી હતી જ્યાં તેનું મોત નીપજ્યું હતું. કાદવ વાળા રસ્તા પરથી જવાને બદલે મહિલાએ શોર્ટકટ લીધો હતો અને તે રસ્તા પર બોઇલરની રાખ પડી હતી, જેના પર પગ પડતાં ખાડામાં જઇ પડી હતી અને ગંભીર રીતે દાઝી જતાં સારવારમાં ખસેડી હતી. એક માસ સુધી સારવાર ચાલી પરંતુ કારગત ન નીવડતા મોત મળ્યું હતું.

મોરબીના વિરપરડા ગામની સીમમાં આવેલા ઇટાળવા વુડસ નામની ફેકટરીમાં કામ કરતી હંસાબેન મહેશભાઈ જોશી નામની મહિલા ગત 10 જુલાઈનાસ સાંજે 7 વાગ્યની આસપાસ ફેકટરી બહાર આવેલી કેન્ટીને પાન મસાલો લેવા જતી હતી.રસ્તામાં વરસાદના કારણે કીચડ હોવાથી મહિલાએ શોર્ટકટ લીધો હતો જ્યાં બોરવેલની ગરમ રાખપડી હતી.

મહિલા એને ઠંડી રાખ સમજી તેના પર ચાલવા જતા તેમાં પડી હતી અને ગંભીર રીતે દાઝી જતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં એક મહિનાની સારવાર કરવા છતા સારવાર કારગત ન નીવડતા તેનું મોત નીપજ્યું હતું.