તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આત્મહત્યા:મોરબીમાં મહિલાનો માનસિક બીમારીથી કંટાળી આપઘાત

મોરબી12 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • લાતી પ્લોટમાં આધેડે ફાંસો લગાવી જીવાદોરી ટૂંકાવી

મોરબીના હળવદ રોડ પર આવેલી હરી ઓમ પાર્ક મેઇન ગેટ નજીક રહેતા વીણાબેન ઉર્ફે વિજ્યાબેન દીનેશભાઇ સુવારીયાએ પોતાના ઘરે પોતાની જાતેથી રૂમમા પંખા સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાઇ લેતાં ગળાના ભાગે ઇજા થતા બેભાન અવસ્થામા તેમને પ્રથમ સારવાર મોરબીની ખાનગી હોસ્પિટલ બાદ વધુ સારવાર અર્થે રાજકોટની ખાનગી હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવી હતી.રાજકોટ હોસ્પિટલમાં સારવાર દરમ્યાન વીણાબેનનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે આપઘાત મોત અંગે નોંધ કરી તપાસ હાથ ધરી હતી.

પ્રાથમિક તપાસમાં મહિલા ત્રણેક વર્ષથી માનસિક બીમારીથી પીડાતા હતા અને સારવાર ચાલુ હોવા છતાં મુશ્કેલી વધતા બીમારીથી કંટાળી ગયા હોઇ અને પોતાને લાગી આવતા આપઘાત કરી લીધો હતો.અન્ય એક બનાવમાં મોરબીના શનાળા રોડ ઉપર રહેતા કીરીટભાઇ પ્રેમજીભાઇ પરમાર નામના આધેડે કોઈ કારણોસર લાતી પ્લોટ શેરી.નં.૫માં આવેલા નવયુગ ઇન્ડસ્ટ્રીઝ કારખાનામાં ફાંસો ખાઇ લેતા તેમનું મોત નીપજ્યું હતું. બાદમાં તેમનો મૃતદેહ પીએમ અર્થે મોરબીની સરકારી હોસ્પિટલ ખસેડાયો હતો. આ બનાવની જાણ થતાં મોરબી સીટી એ ડિવિઝન પોલીસે આ બનાવની નોંધ કરી બનાવનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો