અજાણી મહિલા એસીડ ફેંકી નાસી ગઈ:મોરબીમાં વેપારી પર એસીડ ફેંકી મહિલા ફરાર; દાઝી ગયેલા યુવાનને વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયો

મોરબી16 દિવસ પહેલા
  • કૉપી લિંક

મોરબી તાલુકાના જાંબુડિયા ગામ પાસે આવેલા ઓવરબ્રિજ નજીક યુવાન તેના મિત્રો સાથે બેઠો હતો. ત્યારે અજાણી મહિલા આવી એસીડ ફેંકી નાસી ગઈ હતી. જે બનાવને પગલે દાઝી ગયેલા યુવાનને મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો. જે બનાવ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ફરિયાદ લેવા તજવીજ હાથ ધરી
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ, મોરબીના રવાપર-ઘુનડા રોડ પર રહેતા દેવેન્દ્ર વાલજી પટેલ (ઉ.વ.42) નામનો યુવાન જાંબુડિયા ગામના ઓવરબ્રિજ પાસે તેના મિત્રો સાથે બેઠો હતો. ત્યારે અજાણી મહિલા આવી વેપારીના માથા પર એસીડ ફેંકી નાસી ગઈ હતી. જેથી ઈજાગ્રસ્ત યુવાનને વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો. જે બનાવ મામલે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી યુવાનનું નિવેદન નોંધવા અને ફરિયાદ લેવા તજવીજ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...