તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:મોરબી નજીક ટ્રકની ઠોકરે પતિની સામે પત્નીનું મોત

મોરબી13 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • નીચી માંડલ નજીકથી બાઇક પર પસાર થઇ રહેલા દંપતીને નડ્યો અકસ્માત

મોરબી હળવદ રોડ પર આવેલ નીચી માંડલ ગામ નજીક બાઈકમાં જતા દંપતીને ટ્રકચાલકે ઠોકર મારતા પતિની નજર સામે પત્નીનું મોત થયું હતું તો પતિને ઈજા પહોંચી હતી. અકસ્માત બાદ ટ્રકચાલક ટ્રક મૂકી નાસી ગયો હતો. આથી ફરાર ટ્રક ચાલકને ઝડપી લેવા પોલીસે તજવીજ હાથ ધરી છે.

મોરબીના આંદરણા ગામે રહીને મજૂરી કરતા જીતેન્દ્રભાઈ ચંદુભાઈ જાદવ તેની પત્ની સાથે બાઈકમાં નીચી માંડલ ગામ નજીકથી જતા હોય ત્યારે ટ્રક જીજે ૧૨ વાય ૮૦૨૫ ના ચાલકે તેમના જીજે ૩૬ક્યું૬૮૦૮ નમ્બરના બાઈકને ટક્કર મારી હતી.

અકસ્માતમાં મોટરસાયકલમાં સવાર જીતેન્દ્રભાઈ અને તેના પત્ની હેતલબેન રોડ પર ફંગોળાઇને પડી જતા હેતલબેનને ગંભીર ઈજા થતા મોત થયું હતું, તો જીતેન્દ્રભાઈને ગંભીર ઈજા પહોંચી હતી. અકસ્માત બાદ ટ્રક બનાવ સ્થળે મૂકી ટ્રકચાલક નાસી ગયો હતો. મોરબી તાલુકા પોલીસે ટ્રકચાલક વિરુદ્ધ અકસ્માતનો ગુન્હો નોંધી તપાસ ચલાવી છે. તેમજ તેને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે. દંપતી ખંડિત થતાં પરિવાર પર આભ તૂટી પડ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...