માળિયાના વવાણીયા ગામમા તાજેતરમાં રામબાઈ માતાની જગ્યામાં યોજાયેલ કાર્યક્રમમાં સીએમ પટેલ, મંત્રી મેરજા તેમજ પૂર્વ મંત્રી જવાહર ચાવડાએ જાહેરાત કરી હતી કે માળિયાના ગામડામાં કેનાલ થકી સિંચાઈનું પાણી આપવા બાબતે રૂ 38 કરોડ રૂપિયાની ફાળવણી કરી હોવાનું જણાવ્યું હતું. આ જાહેરાતને પગલે ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટસ એસો.ના જનરલ સેક્રેટરી કે ડી બાવરવાએ પંચાયત મંત્રી બ્રીજેશ મેરજાને પત્ર લખ્યો હતો જેમાં કયા વિસ્તારમાં તેમજ કયા-કયા ગામોને કેનાલોનો લાભ મળશે તેની વિગતો આપવા વિનંતી કરી હતી અને બજેટમાં કરેલી જોગવાઈનું પ્રૂફ પણ આપવા માંગણી કરી છે.
ઉપરાંત 1500 હેકટર જમીનને કેનાલથી સિંચાઈની સુવિધા આપવામાં આવશે અને આ કામ પાંચ વર્ષમાં પૂર્ણ કરવામાં આવશે. જો કે આ વિસ્તારના ખેડૂતોની માંગણી 52 ગામને કેનાલ દ્વારા પાણી મળેે તેવી હતી. જેના અંતર્ગત 50 હજાર હેક્ટરને તે સુવિધાનો લાભ પ્રાપ્ત થવાનો હતો. તેની સામે ફક્ત 1500 હેકટર માટે જ સુવિધા અને તે પણ 5 વર્ષમાં અપાશે તેવું આપ કહો છો તો બાકીના 48,500 હેક્ટર જમીન માટે શું? અને ક્યારે તેઓ ને ન્યાય મળશે તેવા આકરા સવાલ કર્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.