સુવિધાના નામે મીંડું:મોરબી બસ ડેપોમાં પૂછપરછ કરવી ક્યાં? બારી બપોર પડતાં જ બંધ!

મોરબી16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બસસ્ટેન્ડમાં ગંદકી , પાર્કિંગ ચાર્જ તો વસૂલાય પરંતુ સુવિધાના નામે મીંડું

મોરબી શહેરની મધ્યમાં ટ્રાફિકથી ધમધમતા વિસ્તારમાં આવેલા જૂના બસ સ્ટેશનનું લાખોના ખર્ચે 2 વર્ષ પહેલાં રીનોવેશન કરવામાં આવ્યું હતું, પરંતુ ત્યાર બાદ તેની જાળવણીમાં ભયંકર બેદરકારી જોવા મળી રહી છે. બસ સ્ટેન્ડ પાસે આડેધડ કચરો ફેંકવામાં આવતાં અહીં ગંદકીના ઢગલા જોવા મળી રહ્યા છે. કચરાના ઢગલામાં ઢોર અને કૂતરા અડીંગો જમાવીને બેઠા રહે છે અને મુસાફર માટે આફત રૂપ બને છે. ક્યાંરેક તો મુસાફરને હડફેટે પણ લેતા હોવાથી ઇજા પહોંચી હોવાની ફરિયાદ ઉઠી છે.

વર્ષે લાખો રૃપિયાનો સફાઇ પાછળ ખર્ચ ફાળવવામાં આવતો હોવા છતાં ગંદકી સર્જાય છે. જેનાં કારણે મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડે છે. આ ઉપરાંત અહીં પૂછપરછ બારી પણ સમયસર ચાલુ રહેતી નથી બપોરે 12:30 વાગ્યાની આસપાસ તો એસટી કર્મીઓ પૂછપરછ બારી પણ બંધ કરીને જતા રહેતા હોવાથી બહારગામથી આવતા જતા લોકોને પોતાના રૂટની બસ જાણવામાં મુશ્કેલી પડી રહી છે.

એસટી વિભાગે અહીં આવતા મુસાફરના સગા સંબંધી કે ખુદ મુસાફર પોતાનું વાહન લઈને આવે તો તેની પાસે પાર્કીંગના પણ રૂપિયાની ઉઘરાણી કરે છે, જો કે તેઓના વાહનની સુરક્ષા કે જાળવણી માટે કોઈ પગલાં લેવામાં આવી રહ્યા નથી દરરોજ રાજકોટ કે અન્ય સ્થળે અપડાઉન કરતા હોય તેવા મુસાફરો પોતાનું વ્હીકલ ત્યાં પાર્ક કરે તો આખો દિવસ ખુલ્લા તડકામાં પડયાં રહે છે બસ સ્ટેશનમાં પાર્કિંગ નામે રૂપિયા ઉઘરાણી કરતા એસટી તંત્રને શેડ લગાવાનું મુનાસીબ લાગતું નથી. આ બધા મુદાઓને ડેપો મેનેજર ગંભીરતાથી લે અને યોગ્ય કાર્યવાહીના આદેશ આપે તે જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...